________________
[ ૨૦૬ ]
વસુદેવ-હિંડી ઃઃ પ્રથમ ખંડ :
ચંદ્રને તેમણે એકી સાથે જોયા. (૬-૭) પછી ગગનતલને સ્પર્શ કરતા, જેની ઉપર મણિ અને રત્ન જડવામાં આવેલાં હતાં એવી વિશિષ્ટ હજાર નાની પતાકાઓ વડે અલંકૃત હોવાથી મનહર તથા વિશાળ ઈન્દ્રધ્વજને તેમણે જોયે. (૮) જળથી ભરેલે, કમલ ઉપર બેસાડેલે તથા જેના ઉપર કમળ ઢાંકવામાં આવ્યું હતું એ કનકકલશ જે. (૯) પછી કમળ, કુમુદ અને કુવલને આશ્રય હોવાને કારણે સુન્દર અને દર્શનીય તથા કુસુમરક્ષના લેભી ભમરાઓના ઉપભેગને કારણે સુભગ એવું સરોવર જોયું. (૧૦) વળી મેગરાના ફૂલ, પિયણુઓના સમૂહ અને રૂપા સમાન ધવલ સલિલયુક્ત તથા ધીરે ધીરે વાતા પવનથી પ્રેરાયેલા તરંગરૂપી હાથ વડે નૃત્ય કરતા એવા ક્ષીરદ સમુદ્રને તેમણે જે. (૧૧) પછી સુન્દર મુખવાળી સુરસુન્દરીઓ વડે સેવાતું તથા સુવર્ણ અને મણિનાં જાળિયાં વડે દીપ્તિમાન એવું વિમાન તેમજ ચતુર નાગવધૂઓના ગીતરવથી શબ્દાયમાન એવું નાગભવન પણ મરુદેવાએ જોયું. (૧૨) પછી જેમાં ચંદ્રકાન્ત, સૂર્યકાન્ત, સ્ફટિક, કમલરાગ અને ઈન્દ્રનીલની વિપુલતા છે એ મંદર પર્વતના જેવો રત્નરાશિ તેમણે જોયે. (૧૩) પછી ધૂમાડા વગરને, આહૂતિઓને કારણે દીપ્તિમાન અને મેટ અગ્નિ તેમણે જે. (૧૪)
આ પ્રકારનાં ચૌદ સ્વપ્નો જોઈને પ્રસન્ન ચિત્તવાળાં મરુદેવા જાગી ગયાં. પછી તેમણે વિચાર્યું, “આ અભ્યદયની વાત હું આર્યને કરું. તેઓ એનું ફળ જાણશે.” પછી તેમણે પિતાનું સ્વપ્નદર્શન નાભિ રાજાને કહ્યું. એ સાંભળીને અત્યંત સન્તોષ પામેલા નાભિ રાજા પિતાની બુદ્ધિથી તે ઉપર વિચાર કરીને કર્ણમધુર વચન કહેવા લાગ્યા, “આયે! તેં આજે ઉત્તમ, ધન્ય અને મંગલ સ્વપ્ન જોયાં છે. આજથી નવ માસ પૂર્ણ થતાં આપણું કુલકર પુરુષોમાં પ્રધાન, ભારતવર્ષના તિલક સમાન અને ક્યપ્રસિદ્ધ પુત્રને તે જન્મ આપીશ.” પ્રસન્ન થયેલ મરુદેવાએ પણ “આર્ય! તમે કહે છે તેમ જ થશે” એમ કહીને તે વાત માની.
પછી પૂર્વમાં જે વજનાભ નામે હતા તથા જેમણે તીર્થંકર-નામોત્રકર્મ બાંધ્યું હતું એવા ભગવાન ઋષભદેવ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી, તેત્રીસ સાગરોપમ કાળ સુધી અનુત્તમ વિષયસુખ અનુભવ્યા પછી, આવીને જ્યારે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં હતો ત્યારે મરુદેવાની કુક્ષિમાં આવ્યા. જેમની દે તથા દેવીઓ પૂજા કરતાં હતાં એવા નાભિ કુલકરની પત્ની મરુદેવા જેમાં તીર્થકર છે એ ગર્ભ સુખપૂર્વક વહન કરવા લાગ્યાં. પૂરા દિવસે તેમણે ચિત્ર વદ અષ્ટમીએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં પુરુષમાં ઉત્તમ, સર્વ મંગલેના નિવાસસ્થાન તથા તપાવેલા સુવર્ણ સમાન શરીર-વર્ણવાળા પુત્રને જન્મ આપે. દિશાકુમારીઓએ કરેલ શ્રીષભદેવને જન્મોત્સવ
પછી અધેલકમાં વસનારી દિશાકુમારીઓનું આસન ચલિત થતાં તેમણે અવધિથી તીર્થકરને જન્મ થયાનું જાણ્યું. એટલે તુરત જ ભેગંકરા, ભગવતી, સુભેગા, લેગમાલિની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org