________________
[ ૧૨૦ ]
વસુદેવ—હિ'ડી
66
"
આ પ્રસંગની ખબર પ્રજ્ઞપ્તિ વિદ્યાએ પ્રદ્યુમ્નને આપી. તપ પૂરું' કરીને કૃષ્ણ વાસઘરમાં ગયા. એટલે પ્રદ્યુમ્નને વિચાર થયા, સત્યભામા મારી માતા પ્રત્યે દ્વેષ રાખે છે. જો તેને મારા સરખા પુત્ર થશે તેા તેની સાથે મારી પ્રીતિ નહીં થાય, માટે શું કરવું ? ” વળી પાછે તેણે વિચાર કર્યા, “ જાંખવતી દેવી મારી માતાને તેના માતાની સગાઇથી મ્હેન થાય છે, માટે તેની પાસે જાઉં. ” પછી જાબવતીની પાસે જઇને તેણે પ્રણામ કર્યાં, અને આસન આપવામાં આવ્યું તે ઉપર બેસી એલ્યા, “ માતા! મારા જેવા પુત્ર તમને ગમે ખરા ? ” જાંબવતીએ કહ્યું, શું તું મારા પુત્ર નથી ? સત્યભામાને માટે દેવે તપ કર્યું છે, પછી મને તારા જેવા પુત્ર ક્યાંથી થાય ? ” એટલે પ્રદ્યુમ્ન ખેલ્યા, “હું તેા તમારા પુત્ર છું જ, પણ બીજો મારા જેવા પુત્ર થાય તે વધારે સારું ” જાખવતીએ કહ્યું, પણ એને ઉપાય શે ? ” પ્રદ્યુમ્ને કહ્યું, “ સંધ્યા પૂરી થવાના સમયે તમારું સત્યભામાના જેવુ રૂપ થશે. એ વખતે સત્યભામા પ્રસાધન-અલંકારાદિ પહેરવામાં અને દેવના પૂજનમાં રોકાયેલાં હાય ત્યારે તમે જલદીથી દેવ પાસે જજો. ” એમ કહીને પ્રદ્યુમ્ન પેાતાના ભવનમાં આવ્યા. પ્રજ્ઞપ્તિ વિદ્યાએ જાંબવતીનું સત્યભામા જેવું રૂપ કર્યું. દાસીએ પણ કહ્યું, “ દેવિ ! તમે સત્યભામા જેવાં જ અન્યા છે. ” એટલે સન્તુષ્ટ થયેલી જાબવતી છત્ર, ચામર અને ઝારી ધારણ કરનારી દાસીએ સાથે પતિ પાસે ગઈ, અને સભાગ સુખ અનુભવીને તથા હારવડે અલંકૃત થઇને જલદી પાછી આવી.
46
: : પ્રથમ ખંડ :
,,
પછી અલંકાર તથા આભૂષણા પહેરીને તથા કૌતુક-મંગલ કરીને સત્યભામા કૃષ્ણની પાસે ગઇ. કૃષ્ણે પૂછ્યું. “ દેવ ! વસ્ત્રો બદલીને ફરી વાર કેમ આપી છે ? સત્યભામાએ કાપ કર્યા અને મેલી, “ તમારી માનીતી કોઇ સ ંકેત કરીને આવી હશે, તેથી આવી રીતે મને ઠપકો આપે છે. ” કૃષ્ણે કહ્યું, “ દેવિ! મેં તા માત્ર મશ્કરી કરી હતી, માટે ક્રોધ ન કર, બીજી કયી સ્ત્રીની આજે અહીં આવવાની શક્તિ છે ? ” આ સાંભળીને સત્યભામા પ્રસન્ન મુખવાળી થઇ અને કૃષ્ણની પાસે રહીને પેાતાના ભવનમાં ગઈ.
હવે, કૃષ્ણે વિચાર કર્યા કે, “ બિચારી સત્યભામાને કાઇએ છેતરી છે, માટે એ ખાખતમાં તપાસ કરું ” પછી કૃષ્ણ અતઃપુરમાં ફરીને જોવા લાગ્યા. અનુક્રમે ક્રૂરતાં જાબવતી પાસે પહોંચ્યા. હુંસેાના સમૂહવડે શેશભાયમાન જાણે કે શરદઋતુની ગંગા ડાય તેવી હારવડે શેાલતી જાંબવતીને તેમણે જોઇ. પ્રણામ કરીને જામવતીએ કૃષ્ણને વિનંતી કરી, “ દેવ ! આજે મને સ્વપ્ન આવ્યું તે સાંભળેા. ” કૃષ્ણે કહ્યું, “ કહે. ” જાખવતી એલી, “ સ્વપ્નમાં જાણે કે હું તમારી પાસે આવી, અને તમે મને હાર આપ્યા. જ્યારે જાગી ત્યારે મારા વક્ષ:સ્થળ ઉપર આ હાર મે જોયા, માટે આ સ્વપ્નનું ફળ કહેા. ” કૃષ્ણે વિચાર કર્યો કે “ નક્કી આ પ્રદ્યુમ્નનુ કામ હશે. ” પછી તેમણે જા ંબવતીને કહ્યું, “ દેવિ ! તને યાદવકુલના અલંકાર સમાન પુત્ર થશે. ” એટલે જાખવતીએ હાથ જોડીને કહ્યું, “ દેવ ! આપ કહેા છે! તે યથાર્થ છે. ” પછી કુંઢેલદેવ જાંબવતીના ગર્ભમાં આન્યા.
,,
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org