________________
-
-
-
-
-
-
-
પ્રતિમુખ
[ ૧૪૧ ]
તેમણે દીક્ષા લીધી. જેમને વૈરાગ્ય અબાધિત રહ્યો છે એવા તે ગુરુની યાદિષ્ટ આજ્ઞાને માનતા વિચારવા લાગ્યા. ઘણા કાળે ગુરુ સહિત તેઓ શરિપુરમાં આવ્યા. અત્યંત પ્રસન્ન થયેલા અંધકવૃષ્ણિએ તેમને વંદન કર્યું; ભક્તિ કરીને તે પાછો પોતાના નગરમાં ગયે.
સાધુની સમક્ષ અર્ધરાત્રિના સમયે દેવોના અવપતન (નીચે આવવા) નિમિત્તે પ્રકાશ થયો. આથી જેને કુતૂહલ થયું છે એ અંધકવૃષ્ણિ નીકળે, અને વિનયપૂર્વક સુપ્રતિષ અણગારને પ્રણામ કરીને પૂછવા લાગ્યા, “ભગવન્! આ દે ત શા નિમિત્તે થયો હતો?” સાધુએ ઉત્તર આપે, “એક સાધુ સાત રાત્રિથી કાયોત્સર્ગ કરીને રહેતા હતા તેને વિરોધી દેવે ઉપસર્ગો કર્યા હતા. જેની વેશ્યા વિશુદ્ધ થઈ છે એવા સાધુને આજે અવધિજ્ઞાન થયું છે. આથી કરીને પ્રસન્ન થયેલા દેવોએ આજે ઉત્સવ કરીને વિરોધી દેવને પરાજિત કર્યો છે. દેવેદ્યતનું આ કારણ હતું.” આ સાંભળીને અંધક. વૃષ્ણુિએ પૂછયું, “સાધુની સામે દેવને શા કારણથી અને કેવી રીતે વેર થયું હતું ?” સુપ્રતિષ મુનિએ કહ્યું, “જા, તે સાધુ પિતે જ અનુભવેલી વસ્તુઓ જ્ઞાનવડે જાણીને તને કહેશે.” એટલે સર્વે તે સાધુ પાસે ગયા. વિનયપૂર્વક વંદન કરીને રાજાએ વેરનું કારણ પૂછયું. સાધુએ કહ્યું, “સાંભળ, રાજા !– જેને અવધિજ્ઞાન થયું તે સાધુની આત્મકથા
કાંચનપુરના બે વાણિયાઓ સાથે લંકાદ્વીપમાં જઈને, ત્યાંથી રત્નો કમાઈને તથા એ રત્નને છાની રીતે લાવીને સંધ્યાકાળે કાંચનપુર પાછા આવ્યા. ત્યાં “સંધ્યાકાળે રખેને ભૂલ થાય” એમ વિચારીને તેઓએ એ રત્નો કાળી રીંગણના મૂળમાં દાટ્યાં, અને પછી રાત્રે પિતાને ઘેર ગયા. મૂળમાંથી એક વાણિયાએ પ્રભાતમાં તે રત્નો લઈ લીધાં. પછી પેલા બે જણ આવ્યા, પણ રત્નો નહીં જોતાં એકબીજાની ઉપર શંકા લાવવા લાગ્યા. પરસ્પરને કડવા શબ્દો કહ્યા પછી અત્યંત રોષ પામેલા એવા તેમની વચ્ચે હાથ, પગ, દાંત અને પત્થરના ઘા વડે કરીને યુદ્ધ થયું. રદ્રધ્યાનથી મારીને તેઓ રત્નપ્રભા પૃથ્વીમાં નારકી થયા. ઘણું દુઃખો ભેગવ્યા પછી ત્યાંથી ઉદ્વર્તિત થઈને તેઓ વનમાં પાડા થયા; અનુક્રમે મોટા થયેલા તે બે એકવાર પરસ્પરને જેવાથી ક્રોધ પામીને, એકબીજાનાં શીગડાંના પ્રહારથી લોહીલુહાણ થઈ તીવ્ર વેદનાથી પીડાતાં મરીને ગંગાના કિનારે એકમેકથી જન દૂર આવેલાં ગોકુળમાં આખલા થયા. ત્યાં પણ એકબીજાને જોઈને અત્યંત ક્રોધે ભરાયેલા તથા શીંગડાંના ઘાથી જર્જરિત શરીરવાળા તેઓ મરણ પામીને કાલંજર–વતિની(માર્ગ)માં વાનર યૂથપતિઓ થયા. ત્યાં પણ વિચરતાં જન્માક્તરના વૈરને કારણે નખ, દાંત, કાષ્ટ અને પત્થરવડે એકબીજાને મારતા તથા પરસ્પરનાં મસ્તક તેડી નાખવાથી લેહીવડે રંગાયેલાં શરીરવાળા તેઓ પૃથ્વી ઉપર પડ્યા.
વીજળીના ચમકારાની જેમ ચારણશ્રમણ એ પ્રદેશમાં ઉતરી આવ્યા, તેવી અવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org