________________
454664
LSUZ
UCUE ZULUCULULUCULLCUN2n
BEST TET
תכתב
A પ્રતિ મુ ખ | અહીંથી પ્રતિમુખ શરૂ થાય છે –
કેટલાક દિવસ વીતી ગયા પછી પ્રદ્યુમ્ન વસુદેવના ઘેર ગયે અને વસુદેવનું રૂપ ધારણ કરીને ગર્ભગૃહમાં આસન ઉપર બેઠો. ત્યાં વસુદેવની રાણીઓએ તેની સેવા કરી અને પૂછયું “દેવ ! ક્યાં જઈ આવ્યા ?” તેણે ઉત્તર આપે, “હું મારા મોટાભાઈરાજાને ત્યાં ગયે હતો.” રાણુઓએ પૂછયું, “ત્યાં શી વાતચીત થઈ હતી?” પ્રધુને ઉત્તર આપ્યો. “ ત્યાં આકાશમાંથી ચારણશ્રમણ ઉતરી આવ્યા. અમે સંભ્રમપૂર્વક તેમને વંદન કર્યા, એટલે તેઓ પાટ ઉપર બેઠા. રાજાએ તેમને પૂછયું, “ભગવદ્ ! આપ કયાંથી આવો છે? ” તેમણે કહ્યું “ રાજન્ ! ધાતકીખંડ દ્વીપના ભારતમાંથી આવું છું.” “એ પ્રદેશ કેવો છે?” એમ પૂછવામાં આવતાં તેઓ કહેવા લાગ્યા, “જે ચર્મચક્ષુથી કંઈક ક્ષેત્ર અને પર્વતને જુએ છે તે એની પહોળાઈ કે લંબાઈ જાણી શક્તો નથી. પણ સર્વજ્ઞ વર્ણન કરે છે તે પ્રમાણે હું કહું છું–લવણસમુદ્ર, કાલેદધિ, ઇશુકાર પર્વત ) અને ક્ષુલ્લહિમવંત પર્વતથી પરિક્ષિત બે ભરતોની લંબાઈ ચાર ચાર લાખ વૈજન છે. લવણસમુદ્ર તરફ તેમને વિસ્તાર ૬૬૧૪૧૬ યેાજન અને કાલેદધિ તરફ ૧૯૩૯૧ યોજન છે.” આ પ્રમાણે તેઓ કહેતા હતા.”
એવામાં વસુદેવ આવ્યા. તેમને ગર્ભગૃહના પ્રતિહારોએ અટકાવ્યા, “અમારા રાજા અંતઃપુરમાં ગયેલા છે. એમના જેવા રૂપવાળા તમે કેણ છો? તમારે પ્રવેશ કરવાને નથી.”
આ શું બકો છો?” એમ બોલતા વસુદેવ બળાત્કારે અંદર પ્રવેશ્યા તે તેમણે ગંભીર શબ્દ સાંભળે. અને તેમને જેયા, એટલે પિતાનું સ્વાભાવિક રૂપ કરીને તે દાદાને પગે પડે. આશીષ આપીને વસુદેવે પૂછયું, “બેટા! તારી દાદીઓની સાથે શી વાતચીત ચાલતી હતી? ” પ્રદુને કહ્યું, “ તમારી રાહ જોતાં મેં તમારું રૂપ ધારણ કરીને તેમને ઘડીભર મુગ્ધ કરી હતી. ” એટલે દાદીએ હસીને બેલી. “બેટા ! તું દેવની જેમ ઈચ્છિત રૂપ ધારણ કરનાર છે. ઘણું હજાર વર્ષ સુધી જીવ. ” પછી પ્રદ્યુને કહ્યું, “ આર્ય! તમે સો વર્ષ સુધી ભમ્યા ત્યારે અમારી દાદીઓને મેળવીપણ સાંબના અંતઃપુરમાં જુઓ. સુભાન માટે એકત્ર કરેલી કન્યાઓ એકી સાથે સાંબને પરણી ગઈ. ” આ સાંભળીને વસુદેવે પ્રદ્યુમ્નને કહ્યું, “ સાંબ કૂવાના દેડકાની જેમ સહેલાઈથી પ્રાપ્ત થયેલા ભેગથી સંતુષ્ટ થયેલ છે. હું તે માનું છું કે મેં પરિભ્રમણ કરતાં કરતાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org