________________
[ ૧૫૬ ]
વસુદેવ-હિંડી : પ્રથમ ખંડઃ
પીશ.” એટલામાં કાલમેઘના સમૂહ જેવું હાથીઓનું યૂથ પાણી પીવા માટે એ સરોવરમાં આવ્યું, અને અનુક્રમે પાણી પીને પાછું બહાર નીકળ્યું. હું પણ સ્નાન કરવા લાગ્યા. સહેજ ઝરતા દેખાતા મદજળને લીધે સુરભિ ગંડસ્થલવાળે યૂથપતિ હાથણીની પાછળ ચાલતે સરોવરમાં ઊતર્યો. ઉત્તમ અને ભદ્ર લક્ષણવાળા તે હાથીને મેં ધ્યાનપૂર્વક જે. ગંધને અનુસરતો એ ગંધહસ્તી મારી પાછળ દોડવા લાગ્યો. મેં વિચાર્યું કે, “પાણીની અંદર હાથી સાથે યુદ્ધ નહીં કરી શકાય; આ ઉત્તમ હાથી નજદીક આવશે પછી વશ થશે.” પછી હું પાણીમાંથી બહાર નીકળે. તે હાથી પણ મારી પાછળ પડ્યો. મેં તેની સુંઢના સપાટામાંથી બચીને તેના ગાત્ર ઉપર પ્રહાર કર્યો, ચતુરાઈથી તેના ઘા હું ચુકાવવા લાગ્યો. સુકુમારતાને લીધે તથા ભારે શરીરને લીધે તે મને પકડી શકશે નહીં. મેં તે હાથીને બકરાની જેમ આમતેમ ભમાવ્યો. તેને થાકેલે જાણીને મારું ઉત્તરીય તેની સામે મેં ફેંકયું, એટલે તેના ઉપર તે બેસી ગયો. હું પણ, ભયભીત બન્યા વગર, એ મહાગજના દંતુશળ ઉપર પગ મૂકીને ત્વરાથી તેની પીઠ ઉપર ચઢી ગયે. તેના ઉપર મેં આસન જમાવ્યું એટલે તે હાથી ઉત્તમ શિષ્યની જેમ મારે વશ થયા. તેની પાસે ગ્રહણ કરાવીને મેં ઉત્તરીય લીધું અને તેને હું ઈચ્છા અનુસાર ચલાવવા લાગ્યા. એટલામાં આકાશમાં રહેલા બે પુરુષોએ એક સાથે મારા હાથ પકડીને મને ઉપાડ્યો અને ગગનમાગે મને કયાંક લઈ જવા માંડ્યા. મેં વિચાર કર્યો કે, “આ લેકે મારાથી ઉત્તમ હશે કે ન્યૂન? હું તેમની સામે જોઉં છું એટલે તેઓ નજર ફેરવી લે છે, માટે તેઓ મારાથી ન્યૂન હશે.” એમ મેં નક્કી કર્યું. તેઓ મારી સાથે પ્રેમથી વર્તતા હતા, તેથી તેઓ મારા પ્રત્યે માયાવાળા છે એવું મેં અનુમાન કર્યું. મેં વિચાર્યું કે, “જે તેઓ કંઈ અશુભ કરશે તે તુરત તેમનો નાશ કરીશ, માટે નકામું ચાપલ કરવાની જરૂર નથી.” તેઓ મને એક પર્વત ઉપર લઈ ગયા અને ત્યાં ઉદ્યાનમાં બેસાડ્યો. પોતાનાં નામ કહીને તેમણે મને પ્રણામ કર્યા કે, “અમે પવનવેગ અને અચિમાલી છીએ.” પછી તેઓ જલદીથી ત્યાંથી ચાલ્યા ગયા. શ્યામલી સાથે લગ્ન
થોડીક વાર પછી સફેદ અને સૂક્ષમ રેશમી વસ્ત્ર જેણે પહેરેલું છે તથા એવા જ વસ્ત્રનું ઉત્તરીય નાખેલું છે એવી એક આધેડ વયની સ્ત્રી મારી પાસે આવી પ્રણામ કરી પિતાનું નામ બતાવીને કહેવા લાગી, “ રાજા અશનિવેગની પુત્રી વિદ્યાધરકન્યા
શ્યામલીની બહારની પ્રતિહારી હું મસ્તકકિલા નામે છું. હે દેવ ! સાંભળો. રાજાની આજ્ઞાથી તેના પવનવેગ અને અચિમાલી નામના સચિવ તમને અહીં લાવ્યા છે. એ રાજાની શ્યામલી નામે કન્યા વૈશાખ માસના સંધ્યાકાળના શ્યામ કમલ જેવી શ્યામ, લક્ષણપાઠકે એ જેની પ્રશંસા કરેલી છે એવા સમ અને સ્વાભાવિક રીતે રાતાં પગનાં તળિયાંવાળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org