________________
[ ૧૪૦ ]
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ :
સુખ અથવા દુઃખ અનુભવ્યાં છે તે બીજા કોઈ પુરુષે ભાગ્યે જ અનુભવ્યાં હશે.” પ્રધુને પ્રણામ કરીને કહ્યું,” આર્ય મારા ઉપર કૃપા કરીને આપના પરિભ્રમણને વૃત્તાંત કહે.” એટલે વસુદેવ બોલ્યા, “એ વૃત્તાન્ત (બીજા) કેની આગળ કહેવો? તારા કરતાં હાલ મારી પત્ર ક્યાં છે? પણ તું જ્યારે બીજાઓને કહીશ ત્યારે તેઓ પાછા મને હેરાન કરશે, માટે જેમને સાંભળવાની ઈચ્છા હોય તેમને એકત્ર કર. પછી તને મુખ્ય રાખીને તેમની સમક્ષ હું કહીશ.” પછી પ્રસન્ન થયેલા પ્રદ્યુમ્ન કુલવૃદ્ધોને, અક્રૂર, અનાવૃષ્ટિ, સારણ આદિના સમૂહને તથા રામ તથા કૃષ્ણ વગેરેને બોલાવ્યા. પ્રસન્ન મનવાળા તે સર્વે સભામાં એકત્ર થયા. વિદ્વાનેની વચમાં બેઠેલા બહસ્પતિ હોય તેવા તેમની મધ્યમાં બેઠેલા વસુદેવ પ્રદ્યુમ્ન આદિ તે સર્વેને સજજનેના શ્રવણને આનંદ પમાડનાર સ્વરથી ધર્મ, અર્થ, કામ, લેક, વેદ, સમય (રૂઢિ), શ્રુત અને અનુભૂત કહેવા લાગ્યા. સાંભળો– અંધકવૃષ્ણિને પરિચય
પૂર્વે અહીં હરિવંશરૂપી ગગનના અનુક્રમે ચંદ્ર અને સૂર્ય સમાન શૌરિ અને વીર નામે બે ભાઈઓ રહેતા હતા. તેમાંના શૌરિ રાજાએ શારિપુર વસાવ્યું અને વીરે સૌવીરનગર વસાવ્યું. એકબીજામાં અનુરક્ત, જેમણે રાજ્યને કેશ અને કઠોર વહેચ્યા નથી તેવા તથા સમજુ એવા તે બે જણે નિર્વિદને રાજ્યશ્રી ભેગવતા આનંદ કરતા હતા. શારિ રાજાને અંધકવૃષ્ણિ નામે પ્રભાવશાળી પુત્ર હતો. તેને ભદ્રા દેવી હતી. (અંધકવૃષ્ણિના) દશ પુત્રો સમુદ્રવિજય વગેરે હતા; તથા કુન્તી અને માદ્રી નામે બે પુત્રીઓ હતી. વીરનો પુત્ર ભેજવૃષ્ણિ હતો. તેને પુત્ર ઉગ્રસેન હતા અને ઉગ્રસેનના બંધુ, સુબંધુ, કંસ વગેરે પુત્ર હતા.
પિતાના ગણ સાથે વિચરતા સુપ્રતિષ્ઠ અણગાર એક વાર શરિપુરની પાસે આવેલા શ્રીવન ઉદ્યાનમાં સમોસર્યા હતા. તેમના આગમનથી હર્ષ પામેલા શરિ અને વીર એ બને ભાઈઓ તેમને વંદન કરવાને માટે નીકળ્યા અને પ્રણામ કરીને સાધુના મુખથી શ્રી નમિ જિનેશ્વરના ઉપદેશને શ્રવણ કરવા લાગ્યા, જેમકે–“રાગ દ્વેષને વશ પડેલા છે ઘણું પાપ ઉપાર્જન કરીને નારક, તિર્યચ, હલકા મનુષ્ય અને દુર્ગત દેવોના ભવમાં હજારો શારીરિક અને માનસિક દુઃખ અનુભવતા ઘણા કાળ સુધી કલેશ પામે છે. કર્મ હળવું થતાં લાખો ભવમાં પણ દુર્લભ એવું અરિહંતનું વચન સાંભળીને તેમાં શ્રદ્ધા કરે છે. આ રીતે શ્રદ્ધા રાખતા તે જીવો આસવનાં દ્વાર બંધ કરીને તથા બાહા અને આત્યંતર તપશ્ચર્યા વડે કર્મમળને દૂર કરીને મેક્ષ પામે છે, જેમનું કંઈક કર્મ બાકી રહ્યું હોય છે એવા કેટલાક જ દેવભવમાં વિપુલ સુખ અનુભવીને પરિમિત કાળમાં જ દુઃખસમુદ્રને પાર પહોંચી જાય છે. ” આ પ્રકારનું સુપ્રતિષ મુનિનું વચન સાંભળીને શરિ અને વીર એ બન્ને ભાઈઓ અત્યંત વૈરાગ્ય પામ્યા, અને પુત્રને રાજ્યથી સંપીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org