________________
[ ૧૩૦ ]
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ :
નિપુણ થજે.” કુમારે કહ્યું, “પ્રીતિ કેટલી વશવત છેપછી સહિરણ્યા વાસગૃહમાં પ્રવેશી અને શયનમાં બેઠી. ગર્ભગૃહનું દ્વાર બંધ કરીને બુદ્ધિસેન બહાર નીકળે. સહિરણ્યા સાંબનાં કેશ, વસ્ત્ર અને આભૂષણની જે રીતે રચના કરતી તેનું સાંબ અનુકરણ કરવા લાગ્યા. આવી રીતે, મેના જેમ પોપટને શિખવે તેમ, તેણે સાંબને શિક્ષિત કર્યો. પરમ પ્રીતિમાન એવાં તેમની રાત વીતી ગઈ. પ્રભાતે બુદ્ધિસેન આવ્યું, તેને સાંબે કહ્યું,
વડીલે ન જાણે તેવી રીતે આ સુહિરણ્યાને મારા ભવનમાં લઈ જાઓ.” ત્યાં તે દેવીએ મેકલેલી પ્રતિકર્મચારીઓ (અલંકાર અને પ્રસાધનને લગતી સેવા કરનારી દાસીઓ) બને જણાને માટે પ્રસાધન, અલંકારો અને વસ્ત્રો લઈને આવી. એટલે “સુહિરાના આગમનની માતાને ખબર છે ” એમ જાણુને સાંબ ચિન્તામુક્ત થયે. સુહિરણ્યાની સાથે ઈરછાનુસાર પાંચ ઇન્દ્રિયના વિષયસુખમાં મુગ્ધ થયેલા એવા તેને સમય વીતવા લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org