________________
[ ૪૨ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
આ રીતે વિચારીને તે ત્યાંથી જવા માટે ઊભા થયેા. પહેલાં જોયેલા માર્ગથી જેમ તેમ કરીને પેાતાને ઘેર ઘણીવારે પહોંચ્યા. ત્યાં પણ અજાણપણાને લીધે દ્વાર ઉપરના પુરુષને પૂછવા લાગ્યા કે, “ ભાઇ ! આ કેવું ઘર છે? ” પેલાએ પૂછ્યું, “તું કાનુ માને છે ? ” ધસ્મિલ્લે જવાખ આપ્યા કે, “ ધસ્મિલ્લનું. ” ત્યારે પેલાએ કહ્યુ,
66 माया सोएण मया पिया वि गणियाघरे वसंतस्स | धम्मिलसत्थाहसुस कामिणो अत्थनासो य ॥
અર્થાત્ ગણિકાના ઘેર વસતા અને કામી એવા સા વાઢપુત્ર ધમ્મિલનાં માતા-પિતા શેકથી મરણ પામ્યાં અને તેનું ધન પણુ નાશ પામી ગયું.
37
તેનું આ વચન સાંભળીને, વજાના પ્રહારથી પર્વતના શિખર ઉપરનું વૃક્ષ પડી જાય તેમ, ધસ્મિલ્લ જમીન ઉપર પડી ગયા. મૂર્છા વળતાં ઊઠીને વિચાર કરવા લાગ્યા, “ પિતા અને માતાના વિચાગથી દુ:ખી તથા વૈભવથી રહિત એવા મને જીવવાની શી આશા છે ? ” આમ હૃદયથી નક્કી કરીને તે નગરમાંથી નીકળ્યેા. જેણે આત્મઘાત કરવાના નિશ્ચય કર્યો છે એવા તે ધમ્મિલ મરવાની ઇચ્છાથી અનેક પ્રકારનાં વૃક્ષ, લતા, ગુચ્છ અને શુક્ષ્મથી ગહન, અનેક પક્ષીઓવડે શબ્દાયમાન તથા જેની આસપાસની ભીંતેા પડીને અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી એવા એક જીણુ ઉદ્યાનમાં પેઠા. ત્યાં અળસીના ફૂલ જેવી કાળી તીક્ષ્ણ તલવાર વડે પેાતાના ઘાત કરવા માંડ્યો, એ વખતે તેનુ એ આયુધ દેવતાવિશેષે જમીન ઉપર પાડી નાખ્યુ. · શસ્ત્રથી મારું મરણુ નથી ' એમ વિચારીને ઘણાં લાકડાં ભેગાં કરીને તેણે અગ્નિપ્રવેશ કર્યો, પરન્તુ અગ્નિ પણ મેટી નદીના ધરાની જેમ શીતળ થઈ ગયા. એટલે એ રીતે પણ તે ન મર્યા. પછી તેણે વિષ ખાધું. તે પણુ, અગ્નિ જેમ સૂકા ઘાસની ગંજી ખાળી નાખે તેમ, તેના જઠરાગ્નિએ ખાળી નાખ્યું. વળી તે ધસ્મિલ વિચાર કરવા લાગ્યા, શસ્ત્ર, અગ્નિ કે વિષભક્ષણથી મારું મરણુ નથી, માટે ઝાડ ઉપરથી ભ્રસ્કા મારું. ” પછી તેણે ઝાડ ઉપરથી ભુસ્કા માર્યા, પણુ રૂના ઢગલા ઉપર પડ્યો હાય તેમ એને કંઇ ઇજા ન થઈ. પછી જેનું રૂપ દેખાતું નહાતુ એવા કેાઇએ એને આકાશવાણીથી કહ્યું, “અરે! સાહસ ન કર, સાહસ ન કર ! ” આ સાંભળી દીર્ઘ નિ:શ્વાસ મૂકીને ‘અહીં પણ મારું મરણુ નથી ' એમ ચિન્તા અને અફ્સાસ કરતા ત્યાં બેસી રહ્યો,
66
વસન્તતિલકાની પ્રતિજ્ઞા
સ્મિલ્લની આ દશા થઇ. બીજી બાજુ, પ્રભાતકાળે પ્રકાશમાન સૂર્ય ઉદય પામતાં જેનેા મદ દૂર થયા છે એવી વસન્તતિલકા માતાને પૂછવા લાગી કે, “ હે માતા ! ધ્રુમ્મિલ કયાં ગયા ? ” ત્યારે તેણે જવાબ આપ્યા કે, “ એવા પુરાણા ધૂ'ની કાણુ તપાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org