________________
ધમિલ-હિંડી
[ ૫૫ ]
લાગે છે.” અનેક પ્રકારના વેશ ધારણ કરેલા તે ચેરને જોઈને જેનું આખું શરીર કંપી ઊઠયું છે એવી સ્પામદત્તા મને બાઝી પડી. મેં કહ્યું, “વિષાદ ન કર, જેનું મુહૂર્ત માત્રમાં તે આ બધા જ ચોરોને યમગૃહમાં લઈ જાઉં છું.” સ્વભાવથી જ જે ભીરુ છે એવી તે શ્યામદત્તાને મારા વચનથી કંઈક ધીરજ આવી. મને ચોરે ચારે તરફથી ઘેરી વળ્યા. મેં પણ અસ્ત્ર અને શસ્ત્રની નિપુણતા અને ચાતુર્યથી અને બાણના પ્રહારથી તેમને ત્રાસ પમાડતાં તેઓ મેર નાસવા લાગ્યા. પછી વ્યાયામથી કઠિન ગાત્રવાળે, ધનુષ્ય ખેંચવાથી દીર્ધ બનેલા બાહવાળો અજુન નામને તેમનો સેનાપતિ એ નાસતા ચોરોને ધીરજ આપતો, રથયુદ્ધ થઈ શકે એવી ભૂમિ ઉપર કવચ પહેરીને ઊભો રહ્યો. મેં પણ ઘડાઓને થાબડીને તથા સર્વ આયુધોથી મારી જાતને સજજ કરીને તેની તરફ રથ ચલાવ્યું. તેણે પણ મારી તરફ રથ વાળ્યો. પછી બાણોના સમૂહની પરંપરાથી એકબીજાનું છિદ્ર શોધતા અમે યુદ્ધ કરવા લાગ્યા. કઈ પ્રકારનો લાગ નહીં ફાવતાં મેં વિચાર્યું કે, “આ ચેર સમર્થ છે; એને પરાજય થઈ શકે એમ નથી. રથયુદ્ધમાં કુશળ એવા તેને બીજી કોઈ રીતે છેતરી શકાય એમ પણ નથી. અર્થશાસ્ત્રમાં કહ્યું છે કે –
પિતાના વધતા જતા શત્રુને માયાથી અને શસ્ત્રથી હણવે.”
તો અહીં એ વસ્તુ ગ્ય છે કે સર્વ અલંકારોથી વિભૂષિત આ શ્યામદત્તા પિતાનું અધોવસ્ત્ર શિથિલ રાખીને–અર્ધનગ્નાવસ્થામાં રથની આગળની બેઠક ઉપર બેસે. એનું રૂપ જોઈને આ ચોરની નજર આકર્ષાય એ વખતે ચોરને મારે મારે ”—આમ નકકી કરીને મેં શ્યામદત્તાને રથની આગળ બેઠક ઉપર બેસાડી. તેના રૂપ, યૌવન અને વિલાસથી વિમિત હદયવાળા અર્જુનની દષ્ટિ ત્યાં એંટી. એ વખતે તેને બેધ્યાન નજરવાળે જાણીને નીલ કમળ જેવા આરામુખ બાવડે મેં તેની છાતીમાં પ્રહાર કર્યો. ત્યારે રથમાંથી ઊતરીને તે બે –
“નાદું વાળ ફળો, ફુલો નિ વાળ માકક્ષા.
जो भंडणे पयत्तो महिलाण मुहं पलोएमि ।। અર્થાત્ હું તારા બાણથી નહીં, પણ કામદેવના બાણથી મરણ પામું છું, કારણ કે યુદ્ધ ચાલતું હતું ત્યારે હું સ્ત્રીનું મુખ જતો રહ્યો. ” આ પ્રમાણે બલીને તે મરણ પાપે. પછી પોતાના સેનાપતિને મરણ પામેલો જોઈને જેમનાં હથિયારો અને અખ્તર અસ્તવ્યસ્ત થયાં છે એવા તેના સહાયક ચોર પણ નાસી ગયા. અગડદત્તનું ગુહાગમન.
આ પ્રમાણે છતાયેલા શત્રુ અર્જુનને હણીને તથા શ્યામદત્તાને આશ્વાસન આપીને ૧. “વસુદેવ-હિંડી” રચાઇ એ જમાનામાં પ્રાકૃતમાં કેઈ “ અર્થશાસ્ત્ર” હશે, એમ આ અવતરણ ઉપરથી અનુમાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org