________________
ધમ્મિલ્લ-હિંડી
[ ૧૮ ]
થઈ. પછી તે તરુણ તે તરુણીને દેવકુલમાં રાખીને અગ્નિ લેવાને માટે ગયા. એ વખતે અમારા ભાઈએ દીવાનો સમુદ્ગક ઊઘાડ્યો; અને તે સ્ત્રીને કહ્યું, “હું તારા પતિને મારી નાખી તેને ઉપાડી જઈશ. જે આ રહસ્ય તું બેલી દઈશ તો તને પણ મારી નાખીશ.” તે સ્ત્રીએ કહ્યું કે, “હું જાતે જ એને મારી નાખીશ.” એટલે અમારા ભાઈએ તેને પૂછયું, “તું કેવી રીતે મારીશ?” તેણે જવાબ આપ્યો, “એ અગ્નિ લઈને આવશે, અને મારા હાથમાં તલવાર આપીને દેવતા સળગાવશે તે વખતે એનું માથું કાપી નાખીશ.” મારા ભાઈએ પણ આ વસ્તુ માન્ય રાખી. પેલે યુવક પણ અગ્નિ લઈને આવ્યો અને તેણે પૂછયું, “દેવકુલમાં આ પ્રકાશ નો હતો?” એટલે સ્ત્રીએ જવાબ આપે, “તમારા હાથમાં રહેલા અગ્નિને એ પ્રકાશ હશે.” પછી યુવકે કહ્યું, “તું આ તલવાર પકડ, એટલે હું દેવતા સળગાવું.” એટલે તેણે તલવાર પકડી અને યુવક દેવતા સળગાવવા માંડ્યો. પેલી પણ તલવાર ખેંચીને ઘા કરવા તૈયાર થઈ. ત્યારે મારા ભાઈએ વિચાર કર્યો, “અહો સ્ત્રીઓનું કેવું સાહસ છે” આમ વિચારીને તે સ્ત્રીના તલવારવાળા હાથ ઉપર તેણે ચેટ લગાવી, એટલે તલવાર જમીન ઉપર પડી ગઈ. સંભ્રાન્ત થયેલા પેલા તરુણે પૂછયું, “આ શું?” એટલે સ્ત્રીએ કહ્યું, “મને ભય લાગે, એટલે તલવાર હાથમાંથી પડી ગઈ.” આ પછી તેઓ ત્યાં રાત ગાળીને પરોઢ થતાં ઘેર ગયાં.
દેવકુલમાંની પ્રતિમાની પાછળ પિતાનું શરીર છૂપાવીને ત્યાં રહેલા અમારા ભાઈએ અમને બધી હકીકત કહી સંભળાવી. એટલે સ્ત્રી જનનું આ સાહસ જોઈને જેમને ગ્રહવાસ ઉપર વૈરાગ્ય થયેલ છે તથા કામગ ઉપર જેમને નિર્વેદ થયો છે એવા, સ્ત્રીએને નિંદતા અમે છ જણાએ દઢચિત્ત નામે સાધુની પાસે જિનધર્મ સાંભળીને દીક્ષા લીધી. તે ગુરુએ પણ અમારો વૈરાગ્ય જાણુને અનુક્રમે અમારાં નામ દઢધર્મ, ધર્મરુચિ, ધર્મદાસ, સુવ્રત, દઢવ્રત અને ધર્મપ્રિય એ પ્રમાણે રાખ્યાં.”
હે ધમ્મિલ! એ સાધુઓએ મને આ પ્રમાણે કહેતાં મેં તેમને પ્રણામ કરીને વિનંતિ કરી, “ભગવન્! તમારા ભાઈને મારનાર હું જ છું. તમે જે કહ્યું છે તે બધું જ મેં અનુભવ્યું છે. મારી સ્ત્રીનું સાહસકમ તમારી પાસેથી મેં જાણ્યું, તેથી સ્ત્રીઓમાંની મારી શ્રદ્ધા નાશ પામી છે; માટે મારા ઉપર કૃપા કરે; સંસારરૂપી ગહન અટવીમાં માર્ગ ભૂલી ગયેલા એવા મારું, જિનમાર્ગ બતાવવારૂપ અનુગ્રહ કરીને, આપના હાથે જ નિસ્તારણ કરો.” આમ કહીને હું તેમના ચરણમાં પડ્યો. પછી તેમણે મને દીક્ષા આપી, મહાવ્રત આપ્યાં, અને સાધુનાં ઉપકરણે પણ આપ્યાં. - આ પ્રમાણે સંસારવાસમાં સુલભ એવું સુખદુઃખ મેં અનુભવ્યું છે, તે અજ્ઞાન લોકો જેની ઈચ્છા કરે છે અને સુજ્ઞ પુરુષો જેનો ત્યાગ કરે છે એવી સ્ત્રીઓમાં અત્યંત આસક્ત ન થા; કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org