________________
[ ૭૦ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
લઈને હું જાઉં. પણ હું જેને તેને હાથે સાથવાની એ પાલી લેતેા નથી. પ્રાણથી પણુ પ્રિયતમ તમારી પત્ની સર્વ અલંકારોથી વિભૂષિત થઇને તે મને આપે. એથી મને પરમ સન્તાષ થશે, અને જીવલેાકમાં હું રહું છું એમ માનીશ. ” પછી તેણે સાક્ષી રાખ્યા, અને જે પ્રમાણે કરવાનું હતુ તે કહ્યું, ઘેાડીક વારે ગાધિકપુત્રની પત્ની સાથવાની એ પાણી ભરીને નીકળી. તેને ગાડાવાળાએ પેાતાના હાથમાં ઉપાડી લીધી, અને ચાલવા માંડ્યો. ગાન્ધિકપુત્રાએ કહ્યુ, “ આ શું કરે છે ? ” ગાડાવાળાએ કહ્યું, “ સાથવાની એ પાલીએ લઇ જાઉ છું. ” પેલા લેાકેાએ સાદ પડાવીને મહાજન ભેગું કર્યું. મહાજને સાક્ષીઓને પૂછ્યું કે, “ આ શું છે? ” તેઓએ જે બન્યું હતું તે ખધુ' કહી સંભળાવ્યું. આવેલ મહાજનાએ મધ્યસ્થ થઈને ન્યાય કર્યાં, અને તેમાં ગાન્ધિકપુત્રાના પરાજય થયા. પેલી સ્ત્રીને ગાડાવાળા પાસેથી ઘણા પ્રયત્ને મૂકાવી શકાઈ. ગાડું' ધનથી ભરીને તેને પાછું આપવામાં આવ્યું.
માટે હું કમલસેના ! બીજો માથુસ જ્યાં આ પ્રકારના હોય ત્યાં એને કાણુ છેતરી શકવાનું હતું ? ” આ સાંભળીને કમલસેના હસી, અને તેણે કહ્યું, “ જાઓ, વિજય કરીને પાછા આવજો. ” પછી કમલસેનાએ વિમલસેનાને કહ્યું, “ હું વિમલા ! આ પુરુષનું જ્ઞાન તાજો !” ત્યારે વિમલાએ કહ્યું—
**
“ વેસા મે પૈસજ્જા, વેસલ્સ ચ નંપિય મે વેસ્સું ।
जत्थ वि य ठिओ पेसो, सा भूमी होइ मे वेसा ॥
અર્થાત્ એ નાકરડાની વાત પણ મારે માટે દ્વેષ્ય છે, એની વાણી પણ મારે માટે દ્વેષ્ય છે, જે સ્થળે એ ઊભા રહ્યો હાય તે ભૂમિ પણ મારે માટે દ્વેષ્ય છે. ”
વિમલસેનાનું આ વચન સાંભળીને ધમ્મિલ ત્યાંથી ચાલ્યે ગયા.
યુવરાજ વિસેન સાથે ધસ્મિલ્લની મૈત્રી
ચંપાનગરીની પાસે ચંદ્રા નામે નદી છે. તેના કિનારે તે થાડીક વાર મેઠા. કમળનાં પત્રા લઇ તે ઉપર અનેક પ્રકારનુ પત્રચ્છેદ્ય કર્યું. વૃક્ષની સૂકી છાલની નાવડી બનાવી તેમાં એ પત્રા મૂકીને નાવ નદીમાં તરતી કરી. એ નાવડી વહેતી વહેતી ગંગામાં પહોંચી. એ પછી અનેક પ્રકારનાં છેદ્ય કરતા તે ત્યાં બેઠે. એવામાં નદીકિનારેથી એ માણસેાને દોડતા આવતા તેણે જોયા. તેએાએ તેની પાસે આવીને પૂછ્યું, “ ભાઈ ! આ પત્રચ્છેદ્ય કાણે કર્યું છે ? ” તેણે જવાબ આપ્યા, “ મે ” તેઓએ કહ્યું, “ ભાઇ! આ નગરીમાં કિલ નામે રાજા છે. તેના પુત્ર દિવસેન યુવરાજ છે. તે લલિત ગોષ્ઠિ—શેાખીન, વિદગ્ધ, નાગરિક મિત્રાની સાથે ગંગામાં ક્રીડા કરે છે. તેણે આ પત્રચ્છેદ્ય જોયુ, અને જોઇને અમને માકલ્યા કે, ‘તપાસ કરા, ક્યા ચતુર પુરુષે આ પત્રચ્છેદ્ય કર્યું છે ? ' હવે આપ
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org