________________
[ ૧૦૪ ]
વસુદેવ–હિં’ડી : : પ્રથમ ખંડ :
p
છે અને અગ્રિલાના આવ્યા ? ” તેઓએ
પૂછવાનુ જ હાય તા, કહેા તમે અહીં કયાંથી આવ્યા છે ? ” તેઓએ જવાબ આપ્યા, “ અમે અહીં જ રહીએ છીએ; જે સૂર્ય અને ચંદ્રને ન જાણે તે જ અમને નહીં જાણતા હાય. સાધુએ કહ્યું, “ જાણું છુ કે તમે સામદેવ બ્રાહ્મણના પુત્ર ગર્ભાથી ઉત્પન્ન થયેલા છેા. પણ એ કહેા કે—એ ગર્ભમાં કયાંથી ઉત્તર આપ્યા, “ એ શુ કાઇ જાણતું હશે ? ” સાધુએ કહ્યુ, કહ્યું, “જો તમે આ જાણતા હૈ। તા અમે પરાજિત થયા છીએ. ( તમે કહેા, એટલે ) અમે સાંભળીએ. ” સત્યે કહ્યું, “ તમે બન્ને જણા પહેલાંના ભવમાં શિયાળનાં ખચ્ચાં હતાં. ” તેઓએ પૂછ્યું, “ એનું પ્રમાણ શું? ” સત્યવાદી એવા સત્યે કહ્યું, “ પ્રમાણુ છે. અગ્નિભૂતિ-વાયુભૂતિના પૂર્વ ભવન વૃત્તાન્ત
“ ખરેખર. ” તેઓએ
દ
અહીં નાગિલ નામે ગૃહપતિ છે. તેના મજૂરા એકવાર ખેતરમાં વડના ઝાડની નીચે હળનુ રાંઢવું ભૂલી ગયા. પછી સાત દિવસની હેલી થઇ. ઠંડડા પવનથી હેરાન થયેલા તમે મેએ વડના ઝાડની નીચે આશ્રય લીધા. ભૂખની પીડાથી તમે એ રાંઢવું ખાધું. તે નહીં પચવાથી તમને વિશુચિકા થઇ. એ દર્દથી તમે અન્ને મરણ પામ્યા અને અગ્રિલાના ગથી જોડકા તરીકે જન્મ્યા. એમાં કઇ સ ંદેહ નથી. ”
આ સાંભળીને તે બે ભાઇઓને શકા થઇ. મધ્યસ્થાએ કહ્યુ, “ નાગિલને પૂછી જુઓ. ” માણસા પૂછવા માટે ગયા. ગૃહપતિ નાગિલે કહ્યુ, “ આ પ્રમાણે બનેલું હતું ખરું. અર્ધું ખવાયેલું રાંઢવુ' અને મરેલાં એ શિયાળ મે હેલીના અંતે જોયાં હતાં. એટલે તે માણસા પાછા આવતાં આવતાં કહેવા લાગ્યા, “ અતિશય-જ્ઞાની સાધુએ બ્રાહ્મણપુત્રાને જીત્યા છે. ’” આવીને તેમણે બધી વાત કહી. સાધુએ કહ્યું, “ હવે, બીજી પ્રમાણ સાંભળેા—— મૂંગા થયેલા રાહુકના વૃત્તાન્ત
ઉજ્જયિનીથી પાંચ પુરુષા અહીં આવે છે. તેમાંથી ત્રણુ ઇશ્યપુત્રા છે અને એ નાકરા છે. ઇશ્યપુત્રા પૈકીના એકે-પરાણે મૂંગા થયેલા રાહુકે સફેદ વસ્રો પહેરેલાં છે અને તે ઘઉંવર્ણા છે. બીજા બે જણ ઊજળા છે. અને તેમણે પીઠીથી રંગેલાં ચીનાઇ વસ્ત્રો પહેર્યા છે. નાકરા શ્યામવર્ણો છે. તેમાંના એક કામળાનું પાટલું બાંધી તેમાં ભાથુ અને વસ્ત્ર લઇને આવે છે, જ્યારે ખીજાએ કુમતાવાળા વસ્ત્રમાં સામાન મધ્યેા છે. જે મૂંગા છે તેને હું ઉપદેશ કરીશ, એટલે તે અહીં ખેલશે અને દીક્ષા લેશે. તે અહીં આવી પહોંચે તે અગાઉ, જે કારણથી તે આ પ્રદેશમાં આવેલ છે તે હું તમને કહું છું. રાહુકના પૂર્વભવની કથા
ઉજ્જિયનીમાં તાપસ નામે એક શેઠ રહેતા હતા. તે દર્દીની ચિકિત્સા કરવામાં કુશળ હતા. આય-વ્યયની હેરફેર કરતા અને ખેતીરૂપી આરંભ-પાપમાં જેનુ ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org