________________
-
-
--
-
---
-
--
-
-
ધમ્મિલ-હિંડી
[ ૬૯ ]
ગામથી બીજે ગામ પડાવ નાખતાં તેઓ ચંપાનગરીની નજદીક પહોંચ્યા. ત્યાં ઘણું માણસને અવરજવર નહોતો એવા ઉદ્યાનની પાસે રથ છોડીને ધમિલે કમલસેનાને કહ્યું, “તમે અહીં બેસે; હું ચંપામાં જઈ ઉતારાની તપાસ કરીને આવું છું.” એટલે કમલસેનાએ કહ્યું, “આર્યપુત્ર ! ઘણું કરીને પુર, નગર અને જનપદોમાં છેતરપિંડી કરનારા માણસો રહે છે, માટે કય-વિક્રયમાં લેભી ગાડાવાળો જેમ ઠગાયે તેમ તમે ન ઠગાઓ એવી રીતે પ્રમાદ કર્યા વગર જજે.” એટલે તેણે કમલસેનાને પૂછયું, “કયવિક્રયમાં લુબ્ધ ગાડાવાળ કેવો હતો ?” કમલસેનાએ કહ્યું, “સાંભળ, આર્યપુત્ર!– નગરજનેએ છતરેલા ગાડાવાળાનું દષ્ટાત
એક સ્થળે એક ગામડિયે ગૃહપતિ રહેતો હતો. તે ક્યારેક ધાન્ય ભરેલું ગાડું લઈને તથા એ ગાડામાં એક તેતરીનું પાંજરું લઈને નગર તરફ ચાલ્યા. નગરમાં ગયે, તે વખતે ગાલ્વિક( સુગન્ધી પદાર્થોના વ્યાપારી–ગાંધી)ના પુત્રોએ તેને જેક અને તેને પૂછયું, “આ પાંજરામાં શું છે?” તેણે જવાબ આપે, “તેતરી છે.” તેઓએ પૂછયું, “શું આ શકતિત્તરી વેચવા માટે છે ?” તેણે જવાબ આપે, “હા.” પેલાઓએ પૂછયું, “શું મૂલ્ય છે?” ગામડિયાએ કહ્યું, “એક કાર્લાપણું.પછી તેઓએ કાર્ષા પણ આ, અને ગાડું તથા તેતરી બને લઈને ચાલવા માંડ્યા. એટલે ગાડાવાળાએ પૂછયું, “આ ગાડું કેમ લઈ જાઓ છે ?” તેઓએ કહ્યું, “અમે મૂલ્ય આપીને ખરીદ્ય છે.” પછી તેમને વ્યવહાર–ન્યાય થયે. તેમાં એ ગાડાવાળે હાર્યો. તેનું ગાડું તેતરીની સાથે લઈ જવામાં આવ્યું.
માટે આર્યપુત્ર! આવું જાણીને કાળજી રાખજે.” ગાડાવાળાએ કરેલી નગરવાસીઓની છલના
પછી ધમ્મિલે કમલસેનાને (એ દષ્ટાન્ત પૂરું કરતાં કહ્યું), “હે કમલસેના! જેનું ગાડારૂપી સાધન હરાઈ ગયું છે એવો તે ગાડાવાળો ગક્ષેમ નિમિત્તે આણેલા બળદને લઈને વિલાપ કરતો જતો હતો, ત્યારે બીજા કુલીન ઘરના પુત્રે તેને જે, અને પૂછયું, “શા માટે વિલાપ કરે છે?” તેણે કહ્યું, “ભાઈ ! આવી આવી રીતે મને છેતરવામાં આવ્યું છે.” એટલે જેને દયા આવી છે એવા તે કુલપુત્રે કહ્યું, “તે એ લોકોના ઘેર જા, અને હું કહું છું તે પ્રમાણે કહેજે.” પછી તે ગાડાવાળો ગ, અને ગાધિકપુત્રના ઘેર જઈને કહેવા લાગ્યો, “ભાઈ ! તમે મારું ધાન્ય ભરેલું ગાડું લઈ લીધું છે, તે આ બળદ પણ લો. ફક્ત મને ખેરાકની બે પાલી આપે, એટલે તે
૧. ગાડું અને તેતરી ” તથા “ ગાડામાં રહેલી તેતરી ” એવા બે અર્થ આ શબ્દના થાય. ગાધિકપુત્રોએ પહેલો અર્થ લઈને ગાડાવાળાને ઠગે, જ્યારે ગાડાવાળે પ્રામાણિકપણે બીજો અર્થ જ સમયે હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org