________________
૧૦૦
શ્રી ઉત્તરાયન સૂત્ર સાથ–બીજો ભાગ જાણી શકવા તેઓ સમર્થ થતા નથી. જ્યારે છેલા તીર્થકરના સાધુઓને સાધુ-આચાર દુઃખે કરી પાળી શકાય એવા છે કારણ કે–તેઓ કોઈ પણ રીતિએ જાણતા હોવા છતાં પણ વક–જડતાના કારણે યથાર્થ રીતિએ પાળી શકતા નથી. તેમ જ મધ્યમ તીર્થંકરના સાધુઓને સાધુ-આચાર સુવિશે ધ્ય અને સુપાલક થાય છે, કેમ કે-તેઓ ત્રાજુ -પ્રાજ્ઞતાના કારણે તે સુખે જાણે છે અને પાળે છે અને તેથી તેઓ ચાતુર્યામના કથનમાં પંચમ યામને જાણવા અને પાળવા માટે સમર્થ છે. કહ્યું છે કે “અપરિગ્રહીત સ્ત્રીને ભગ અસંભવિત છે, માટે પરિગ્રહના પચ્ચકખાણમાં સ્ત્રીનું પચ્ચકખાણું આવી ગયું – એમ બુદ્ધિથી તેઓ જાણે છે. આવી રીતિએ તે તે અપેક્ષાએ) શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાતુર્યામ ધર્મ કહ્યો છે. પૂર્વના કે પછીના તેવા નહિ હેવાથી શ્રી કષભદેવસ્વામીએ અને શ્રી વર્ધમાનસ્વામીએ પંચમહાવ્રત રૂપ ધર્મ કહ્યો છે. આ પ્રમાણે વિચિત્ર બુદ્ધિવાળા શિના ઉપકારને માટે ધર્મના બે પ્રકારે છે. તે વાસ્તવિક કે તાત્વિક નથી.(૨૫ થી ૨૭-૮૪૯થી ૯૫૧) साहु गोअम ! पण्णा ते,क्षिण्णो मे संसओ इमो। अन्नो वि संसओ मज्झं, तं मे कहसु गोअमा ! ॥२८॥ अचेलो य जो धम्मो, जो इमो संतरुत्तरो। देसिओ बद्रमाणेण, पासेण य महामुणी ॥२९॥ एगाजपवन्नाणं, विसेसे किं नु कारणं । लिंगे दुविहे मेहावी, कह विष्पच्चो न ते ॥३०॥