________________
શ્રી કર્મપ્રકુતિ-અધ્યયન-૩૩
૩૩૭ અર્થ–જેમ મેઘમાળાથી સૂર્ય આચ્છાદિત થાય છે, તેમ વિશેષ અવધ રૂપ જ્ઞાન વિદ્યમાન હોવા છતાં) જે કર્મથી આચ્છાદિત થાય, તે જ્ઞાનાવરણયકમ' કહેવાય છે.
જેમ પ્રતિહાર-દ્વારપાળ વડે રાજાનું દર્શન રેકાય છે, તેમ સામાન્ય અવધ રૂપ દર્શન જે કર્મથી આચ્છાદિત કરાય, તે દર્શનાવરણીયકર્મ' કહેવાય છે.
જેમ મધ વડે લેપાયેલ તલવારની ધાર ચાટતાં પ્રથમ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ જીભ કપાતાં પરિણામે પીડા અનુભવાય છે, તેમ પૌગલિક સુખ-દુઃખ રૂપે અનુભવાય તે વેદનીયકર્મ છે.
જેમ મદિરા પીનારને વિવેકહીન બનાવે છે, તેમ “મેહનયકમ” ચિત્તને વિપરીત બનાવવા દ્વારા અવિવેકી બનાવે છે.
બેડી જેમ નીકળવાની ઈચ્છા કરનારને રોકી રાખે છે, તેમ તે ભવની સ્થિતિ સુધી જે રોકી રાખે તે “આયુષ્યકર્મ છે.
જેમ ચિત્રકાર, જીવની છબી ચિતરતાં તેના હાથ-પગ ઈત્યાદિ આકારે ચિતરી તેની છબી બનાવે છે, તેમ દેવત્વાદિ, સંહનન ઇત્યાદિ જીવના વિવિધ આકારો-રૂપે ઘડે તે
નામકર્મ છે. | કુંભારથી મૃત્તિકા દ્રવ્યની માફક ઉંચા-નીચા શબ્દોથી જે વડે જીવ બલાવાય, તે “ત્રકમ છે.
ભંડારીની માફક વિન કરનારૂં કર્મ ‘અંતરાયકમ કહેવાય છે.
૨૨