________________
૪૪૫
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
कायस्थितिमनुजानामन्तर तेषामिदं भवेत् अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
૨૦૦૫
૨૦૧II
અર્થ–સંમૂચ્છિમ મનુષ્ય (જે મન વગરના અને ગર્ભજ મનુષ્યના વમન વગેરે સર્વ અશુચિ સ્થાનકેમાં ઉત્પન્ન થનારા, અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અપર્યાપ્ત દશામાં મરણ પામનારા છે તે.) અને ગર્ભજ મનુષ્ય-એમ બે પ્રકારે મનુષ્ય છે. તે બન્નેના ભેદને કહેનાર મારી પાસેથી સાંભળો ! જે ગર્ભજ મનુષ્ય છે, તે આકર્મભૂમ (જ્યાં કૃષિવાણિજ્ય વગેરે કર્યો નથી, તે અકર્મભૂમિ રૂપ હૈમવત વગેરે ક્ષેત્રોમાં ઉત્પન્ન થનારા યુગલિયાઓ આકર્મભૂમ કહેવાય છે.) ભરતાદિ ક્ષેત્રમાં પેદા થયેલ કાર્મભૂમિ કહેવાય છે. સમુદ્ર મધ્ય રૂપ અંતરમાં જે દ્વીપે, તે અંતરદ્વીપમાં પેદા થયેલ અંતરદ્વીપજ કહેવાય. છે. આમ આકર્મભૂમ, કાર્મભૂમ અને અંતરદ્વીપજ ત્રણ પ્રકારના છે. ત્યાં કાર્મભૂમ”-પાંચ ભરત, પાંચ અરવત, પાંચ, મહાવિદેહ રૂપ પંદર કર્મભૂમિમાં પેદા થનાર હોઈ કામધૂમના પંદર ભેટે છે. “આકર્મભૂમ”—પાંચ હૈમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યકવર્ષ, પાંચ હેરણ્યવંત, પાંચ દેવકુરૂ અને પાંચઉત્તરકુરૂ મળીને ત્રીશ અકર્મભૂમિમાં પેદા થનાર તે આકર્મભૂમે છે.
“અંતરદ્વીપજ–અંતરદ્વીપની સંખ્યા અઠ્ઠાવીશ હોવાથી અંતરદ્વીપજે તેટલા છે. હિમવંત પર્વતના પૂર્વ અને પશ્ચિમ.