________________
શ્રી છવાવવિભકિત અધ્યયન-૩૬
૪૩ પ્રપંચથી નિમુક્ત બનેલા અને વરગતિ-સિદ્ધિને પામેલા કહેવાય છે. ચરમ ભવમાં સિદ્ધના શરીરની ઊંચાઈ જે પરિમાણુવાળી છે, તેના કરતાં ત્રીજા ભાગે ન્યૂન સિદ્ધોની અવગાહના છે, કેમ કે-શરીરના ત્રીજા ભાગ રૂપે શરીરની અંદર રહેલ છિદ્રો પૂરેલ છે. - એક જીવની અપેક્ષાએ જે કાળમાં તેઓ સિદ્ધ થાય છે, તે કાળે તેઓની આદિ છે અને કદાચિત્ મુકિતથી ભ્રષ્ટ નહિ થનાર હોઈ અનંત છે. સકલ સિદ્ધોની અપેક્ષાએ સિંહો અનાદિ અનંત છે. આ સિદ્ધો રૂપ-રસાદિથી રહિત હે અરૂપી છે. સતત ઉપગ હેઈતે છિદ્રો પૂરવા દ્વારા નિશ્ચિત પ્રદેશવાળા હિંઈ જીવઘન છે અને જ્ઞાન-દર્શન રૂપ સંજ્ઞાવાળા હોઈ જ્ઞાનદર્શનસંગ્નિત છે, અર્થાત્ જ્ઞાન-દર્શન ઉપગ રૂપ અનન્ય સ્વરૂપવાળા છે. તે સુખની ઉપમા નથી તેવા અતુલ સુખને તેઓ પામે છે. તે સઘળા સિદ્ધો લેકના એક દેશ રૂપ લાકારો રહેલ છે. આવા નિરૂપણથી સઘળે ઠેકાણે મુક્તો-ઈશ્વર છેએ મતનું ખંડન કર્યું. જ્ઞાન-દર્શનસંજ્ઞિતા, એવા વિશેષણથી જ્ઞાનના ઉછેદમાં મુકિત છે એવા મતનું ખંડન કર્યું. “સંસા૨ના પારને પામેલા સિદ્ધો છે –એવા કથનથી, જેઓ માને છે કે-ઈશ્વર અવતાર લે છે–એવા મતનું ખંડન કર્યું છે. અર્થાત્ પુનઃ આગમનના અભાવ રૂપ વિશેષતાથી સંસારનું અતિક્રમણ કરનારા સિદ્ધ છે. “વરગતિ રૂપ સિદ્ધિને પામેલા સિદ્ધો છે?—એવા વિશેષણથી ક્ષીણર્મવાળાનું પણ સ્વભાવથી જ ઉત્પત્તિ સમયમાં લેકાગ્રગમન સુધી સક્રિયત્ન પણ છે– એમ જણાવાય છે. (૧૨ થી ૨૭-૧૫૦૦ થી ૧૫૦૫)