________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬. ' ૩૮૯
અથ–પરમાણુઓને અને સ્કને વર્ણ-ગંધ-રસસ્પર્શ તથા સંસ્થાનથી પરિમાણું (સ્વરૂપાવસ્થિત કંધાદિના જ વર્ણદિને અન્યથા ભાવ-બીજા બીજા વર્ણાદિ રૂપે પરિણમવું તે.) પાંચ પ્રકાર છે.
વર્ણથી પરિણમેલા જે કંધાદિ છે, તે પાંચ પ્રકારના કહેલા છે. કાજલ વગેરેની માફક કાળા, ગળીના જેવા ભૂરા-નીલા, હિંગલકની જેમ લાલ, હલદરની માફક પીળા અને શંખની જેમ વેળા-એમ વર્ણની અપેક્ષાએ અંધાદિ પાંચ વર્ણવાળા છે.
ગંધથી પરિણમેલા જે સ્કંધાદિ છે, તે બે પ્રકારના કહેલ છે. સુરભિ ગંધના પરિણામવાળા ચંદન વગેરેની જેમ સુગંધીદાર અને લસણ આદિની જેમ દુરભિ ગંધના પરિણામવાળાદુર્ગધી સ્કંધાદિ છે.
રસથી પરિણમેલા જે કંધાદિ છે, તે પાંચ પ્રકારના કહેલ છે. લીંબડા વગેરેની માફક કડવા, સુંઠ આદિની માફક તીખા, કાચા કઠાની માફક તુરા, આમલીની માફક ખાટા અને સાકરની માફક મીઠા. આમ સ્કંધાદિ પાંચ રસવાળા હોય છે.
સ્પર્શથી પરિણમેલા જે અંધાદિ છે, તે આઠ પ્રકારના કહેલ છે. પત્થર વગેરેની માફક કઠિન, માખણ આદિની માફક કમલ, વજની માફક ભારે, આકડાના રૂની માફક હલકા, પાણી વગેરેની માફક ઠડા, અગ્નિ આદિની માફક ગરમ, ઘી આદિની માફક ચીકણું અને રાખ વગેરેની માફક લુખા કં. ધાદિ છે.