________________
૩૪૦. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ, સર્વ દ્રવ્યપર્યાના સામાન્ય જ્ઞાન રૂપે કેવલદર્શનને જે આવશે, તે “કેવલદર્શનાવરણ” કહેવાય છે. આ કમ સર્વઘાતી છે.
આ પ્રમાણે પાંચ નિદ્રા અને ચાર દર્શનાવરણ મળી દર્શનાવરણીયકર્મ નવ પ્રકારનું છે. (૭૧૩૩૬+૧૩૩૭)
वेअणि पि अ दुविहं, सायमसायं च आहि । सायस्स बहू भेआ, एमेवासायस्सवि ॥७॥ वेदनीयमपि च द्विविधं, सातमसातं चाख्यातम् । सातस्य बहवो भेदा, एवमसातस्यापि ॥७॥
અર્થ-વેદનીયકર્મ પણ બે પ્રકારનું છે. (૧) સાત, (શરીર-મન સંબંધી સુખ) અહીં ઉપચારથી સાતના નિમિત્તભૂત કર્મ પણ “સાતવેદનીય કહેલ છે. (૨) અસાત, (શરીરમન સંબંધી દુઃખ) તેના નિમિત્તભૂત કર્મ “અસાતવેદનીય કહેલ છે. તે સાતાના હેતુભૂત અનુકંપા આદિ અનેક ભેદ હોઈ તેના ઘણા ભેદે છે. તે મુજબ વિપરીત અશાતાના પણ સમજવા. (૭–૧૩૩૮)
मोहणिज्जंपि दुविहं, दसणे चरणे तहा । दसणे तिविहं वुत्तं, चरणे दुविहं भवे ॥८॥ सम्मत्तं चेव मिच्छत्तं, सम्मामिच्छत्तमेव य । एआओ तिणि पयडीओ, मोहणिज्जस्स दसणे॥९॥ चरित्त मोहणं कम्मं, दुविहं तु विआहिरं । कसाय वेअणिज्जं तु, नोकसायं तहेव य ॥१०॥