________________
૧૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ तोषिता परिषत् सर्वा, सन्मार्ग समुपस्थिता । संस्तुतौ तौ प्रसीदतां, भगवंतो केशिगौतमाविति
વીમિ ૮શા ગુમ અર્થ–તે નગરીમાં કરેલ સ્થિરતા દરમ્યાન થયેલ શ્રી કેશીકુમારશ્રમણ અને શ્રી ગૌતમસ્વામીના મધુરા મિલનમાં જ્ઞાન અને ચારિત્રને ઉત્કર્ષ, તેમજ મુક્તિના સાધક હેઈ મહા પ્રયજનવાળા શિક્ષા અને વ્રત વગેરે રૂપ અર્થોને વિશિષ્ટ નિશ્ચય શિષ્યની અપેક્ષાએ લાભદાયક સમજ. વળી ખુશખુશાલ થયેલી સઘળી પર્ષદા મેક્ષમાર્ગને આરાધવા ઉજમાળ બની એ સભાગત બીજે લાભ જાણે. આ પ્રમાણે તે બંનેના ચરિત્રવર્ણન દ્વારા સ્તુતિ કરી પ્રાર્થના કરે છે કે-સારી રીતિએ સ્તુતિ કરાયેલા શ્રી કેશીકુમારશ્રમણ અને શ્રી ગૌતમસ્વામ--એ બંને ભગવંત પ્રસન્ન થાઓ” આ પ્રમાણે છે જબૂ! હું કહું છું.
(૮૮+૮૯-૯૧૨+૯૧૩) ત્રેવીસમું શ્રી કેશિગૌતમીયાધ્યયન સંપૂર્ણ