________________
હિર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ અથ–મને ગુપ્તિ -(૧) સત્ પદાર્થ ચિંતન રૂપ મને “સત્ય કહેવાય છે. તેના વિષયવાળી મનગુતિ ઉપચારથી “સત્યા' કહેવાય છે. (૨) મૃષા. (૩) સત્યામૃષા, અને (૪) અસત્યામૃષા–એમ ચાર પ્રકારની મન રૂપ મને ગુપ્તિ કહેવાય છે. આનું સ્વરૂપ બતાવીને ઉપદેશ આપે છે કેસંરંભ-હું તે વિચાર કરું કે જેથી આ મરી જાય !” –આવા પ્રકારના માનસિક સંકલ્પ રૂપ સંરંભમાં, પરપીડાકર ઉચ્ચાટન વગેરે માટેનું જે ધ્યાન તે સમારંભમાં અને પરને મારવામાં સમર્થ અશુભ ધ્યાન રૂપ આરંભમાં પ્રવર્તતા મનને યતનાશીલ યતિ પાછું વાળી દે, અટકાવી દે. અને શુભ સંકલ્પમાં મન પ્રવર્તાવે ! આ પ્રમાણે અશુભ મનથી નિવૃત્તિ અને શુભ મનની પ્રવૃત્તિ રૂપ મને ગુપ્ત સમજવી. વચનગુતિઃ -(૧) “સત્યા-યથાર્થ અર્થ પ્રતિપાદન કરનારી, (૨) અસત્યા–તેનાથી વિપરીત, (૩) ગાય-બળદના સમુદાયમાં “આ ગાયે જ છે –એમ પ્રતિપાદન કરનારી “સત્યામૃષા' અને (૪) સ્વાધ્યાયને તું કર—એમ કહેનારી ભાષા
અસત્યામૃષા' એ રીતિએ ભાષા રૂપ વચનગુપ્તિ ચાર પ્રકારની છે. સંરંભમાં-પરને મારવામાં સમર્થ મંત્રાદિ પરાવર્તનાના સંકલ્પસૂચક શબ્દ રૂપ વાચિક સંરંભ, સમારંભમાં–પરપીડાકર મંત્રાદિ પરાવર્તન રૂપ સમારંભ અને આરંભમાં–પરને મારવામાં કારણભૂત મંત્ર વગેરેના જાપ રૂપ આરંભમાં પ્રવર્તતા વચનને યતનાવાળે સાધુ પાછું વાળે, અટકાવી દે અને શુભ વચન પગ પ્રવર્તાવે! અર્થાત્ અશુભ વચનવ્યાપારથી નિવૃત્તિ અને શુભ વચનવ્યાપારમાં પ્રવૃત્તિ