________________
૧૮૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ જતે નથી. કેઈક તે અપમાનથી ડરનારે ભિક્ષા લેવા જાય છે પણ ગમે તેના ઘરે પેસવા ઈચ્છતું નથી. કેઈક તે અભિમાની પિતાના પકડેલા કદાગ્રહથી નમાવી શકાય એ નથી. વળી એક દુષ્ટ શિષ્યને પૂર્વોક્ત કારણેથી શિખામણ આપું છું, પણ જેને શિખામણ અપાય છે તે કુશિષ્ય ગુરુવાક્યની વચ્ચે જ પિતાને અભિમત બેલનારે અપરાધને જ કરે છે, પરંતુ શિક્ષા અપાઈ છતાં પણ અપરાધને વિચ્છેદ કરતું નથી. વળી શિક્ષા આપનાર અમ આચાર્યોના શિક્ષાવચનને તે કુયુક્તિઓથી વારંવાર વિપરીત કરી નાખે છે.
અમુક શ્રાવિકાના ઘરેથી બીમાર આદિ માટે પથ્ય વગેરે તું લઈ આવ!”—એમ અમારાથી કહેવાયેલ છતાં આ દુષ્ટ શિષ્ય જવાબ આપે છે કે તે શ્રાવિકા મને પિછાનતી નથી, જેથી તે મને પથ્ય આદિ આપશે નહિ અથવા હું માનું છું કે-કદાચ ઘરમાંથી તે નીકળીને બીજે ઠેકાણે ગઈ હશે, માટે આ કામમાં બીજાને ! શું હું જ એક સાધુ છું?” વગેરે બેલે છે. કેઈ કાર્ય માટે મોકલેલ હોય અને “તે કાર્ય કેમ નથી કર્યું –એમ પૂછવામાં આવે, તે તેઓ અપલાપ કરતાં બોલે છે કે- કયારે અમને કહ્યું હતું ? અથવા અમે તે તે શ્રાવિકાને ત્યાં ગયા પણ તેને જે ઈજ નહિ.” તે કુશિ ચારેય બાજુ બધે ભટક્યા કરે છે અને અમારી પાસે રહેતા નથી. “જે રહીશું તે કદાચ આમનું કામ કરવું પડશે.”—એમ માની તેઓ કામ નહિ કરવા ખાતર ફર્યા કરે છે. કેઈ કરવા માટે જે પ્રવર્તાવ્યા, તે રાજાની વેઠની માફક માની મ્હોં ઉપર ભવાં ચઢાવે છે. વળી