________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ न रूपलावण्यविलासहासं, न जल्पितमिङ्गितप्रेक्षितं वा । स्त्रीणां चित्ते निवेश्य द्रष्टुं, व्यवस्येद् श्रमणः तपस्वी ॥१४॥ अदर्शनं चैवाऽप्रार्थनं चाचिन्तनं चैवाऽकीर्तनं च । स्त्रीजनस्यार्यध्यान योग्य, हितं सदा ब्रह्मचर्ये रतानाम् । १५।। कामंतु देवीभिर्विभूषिताभिः, न शकिताः क्षोभयितुं त्रिगुप्ताः । तथाप्येकान्तहितमितिज्ञात्वा, विविक्तभावो मुनीनां प्रशस्तः ॥१६॥ मोक्षाभिकाक्षिणोऽपि मानवस्य, संसारभीरोः स्थितस्य धर्मे । नैतादृशं दुस्तरमस्ति लोके, यथा स्त्रियो बालमनोहराः ॥१७॥
| | રમઝટાપમ્ | અર્થ-શ્રમણ તપસ્વી, સ્ત્રીઓ સંબંધી સારી આકૃતિવાળું રૂપ, નયન અને મનને આનંદપ્રદ ગુણ રૂપ લાવણ્ય, વિશિષ્ટ વેષરચનાદિ રૂપ વિલાસ, હાસ્ય વગેરેને, અહો ! આ કેવું સુંદર છે?—એમ વિકલ્પથી મનમાં થાપીને જોવા માટે પ્રયાસ કરે નષિ તેમજ સ્ત્ર સંબંધી અંગનું મરડવું આદિ કટાક્ષપૂર્વક જેવું વગેરે ઈશારા વગેરે અને લલિત વાણી વગેરેને જેવા માટે પ્રયાસ કે વિચાર કરે નહિ. સ્ત્રી જનને નહિ જેવી એ જ કે નહિ ઈચ્છવી એ જ, સ્ત્રીજનના રૂપ આદિનું સમરણમાં નહિ લાવવું એ જ તથા નામની કે ગુણની અપેક્ષાએ સ્ત્રીજનની પ્રશંસાનહિકરવી એ જ, બ્રહ્મચર્યમા પરાયણ મુનિઓને ધર્માદિ રૂપ આધ્યાનને એગ્ય હંમેશાં હિતકારી છે. અર્થાત્ સ્ત્રીઓના રૂપ આદિને રાગપૂર્વક જેવા પ્રયાસ નડુિં કરે. જે કે ત્રિગુપ્તિથી ગુપ્ત-ધીર મુનિઓને અલંકારવાળી દેવીઓ પણ ચલિત કરી. શકતી નથી, તે પણ મુનિઓને માટે એકાત હિતકારી જાણી વિવિક્ત ભાવ (સ્ત્રી વગેરેથી રહિત સ્થાન ) શ્રી જિન વગેરે. મહાપુરૂષોએ વિહિત–પ્રશંસિત કરેલ છે. અર્થાત સ્ત્રી આદિના સંગમાં પ્રાયઃ યેગીઓ પણ ચલિત થાય છે. જે ચલિત થતા.