________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૨૩ છૂટ નથી. અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળથી પશ્ચાત્તાપથી અને પ્રવેગકાળમાં ક્ષેભથી દુઃખી બની દુરંત જંતુ બને છે. એ પ્રમાણે ચેરી કરનાર મનહર પશમાં અતૃપ્ત બની દુઃખી-અનાથ બને છે. મને હર સ્પર્શના અનુરાગી મનુષ્યને આ પ્રમાણે ક્યાંથી કદાચિત્ જરા પણ સુખ હોય? જેના ઉપાર્જન રૂપ મૂળમાં દુઃખ ભરેલું છે, તેના ઉપભેગમાં કલેશકારી દુઃખ જ માત્ર હોય એમાં શું પૂછવું ? આ પ્રમાણે અમનેડર સ્પર્શમાં પ્રàષને પામેલે, આ પૂર્વોક્ત દુઃખના સમૂહની પરંપરાને પામે છે અને ચિત્તમાં અત્યંત શ્રેષવાળે અશુભ કર્મ ભેગું કરે છે. તે અશુભ કર્મ અનુભવકાળમાં આ ભવમાં અને ભવાતરમાં ફરી ફરીથી દુઃખ આપે છે. મને હર પશમાં રાગ અને શેક વગરને મનુષ્ય, ભવમધ્યમાં રહેવા છતાં આ પૂર્વોક્ત દુઃખસમૂહની પરંપરાથી લેવાતું નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી લેપાતું નથી, તેમ અહીં સમજવું. (૮૨ થી ૮૬-૧૩૦૨ થી ૧૩૦૬) मणस्स भावं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु । तं दोसहे अमणुण्णमाहु, समो उ जो तेमु स वीअरागो।। भावस्स मणं गहणं वयंति, मणस्स भावं गहणं वयंति । रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउं अमणुण्णमाहु ॥ भावेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालिकं पावइ से विणासं । रागाउरे कामगुणेसु गिद्धे, करेणुमग्गावहिएव्व नागे॥