________________
શ્રી સમ્યકત્વપાકમાધ્યયન-૨૯
૨૪૯ ' અર્થ—આ કરાયવિજય, પ્રેમ–ષ–મિથ્યાદર્શનના વિજય સિવાય નથી થતું. તે હે ભગવન! પ્રેમ-દ્વેષમિથ્યાદર્શનના વિજયથી જીવ કયા ગુણને પામે છે? રાગ રૂ૫ પ્રેમ, અપ્રીતિરૂપ દ્વેષ અને મિથ્યાદર્શન–એમ ત્રણના રવિયથી જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધનામાં સત્સાહ છવ ઉદ્યમશીલ બને છે. આઠ કર્મ મળે ઘાતકર્મ રૂપ કર્મગ્રંથિને ખપાવવા માટે પુરુષાર્થ કરવાને તે ઉભે થાય છે. ઉભે થઈને તે પહેલાં ક્રમસર અાવીશ પ્રકારના મહનીય કર્મને ખપાવે છે ત્યાર પછી પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ, નવ પ્રકારનું દર્શનાવરણય કર્મ અને પાંચ પ્રકારનું અંતરાય કર્મ-એમ ત્રણ વિદ્યમાન કર્મોને એકીસાથે ખપાવે છે. ત્યાર બાદ જેનાથી કઈ બીજું પ્રધાન નથી એવું અનુત્તર અવિનાશી હોઈ અનંત, સમસ્ત અર્થગ્રાહક (ઈસમસ્ત, સર્વ સ્વ–પરપર્યાયપૂર્ણ વસ્તુપ્રકાશક હેઈ પ્રતિપૂર્ણ, સમગ્ર આવરણના વિગમથી નિરાવરણ, તે હવાથી કયાંય પણ અજ્ઞાનતિમિરને અભાવ હોઈ વિતિમિર, સર્વ દેષના અભાવથી વિશુદ્ધ અને તેના સ્વરૂપને પ્રકાશક હોઈ લેકા કપ્રભાવક કેવલવર જ્ઞાન-દર્શનને તે પામે છે. તે જ્યાં સુધી મનવચન-કાયવ્યાપારવાળે-સગી તરીકે રહે છે, ત્યાં સુધી એયપથિક–આત્માના પ્રદેશની સાથે સુખકારી સંબંધવાળું– એ સમયની સ્થિતિવાળું સાતવેદનીય કર્મ બાંધે છે. તે કર્મ પ્રથમ સમયમાં બાંધ્યું, બીજા સમયે ભેગવ્યું અને ત્રીજા સમયમાં નિર્જરવાળું બન્યું, છતાં તે બાંધેલું કર્મ (આકાશની સાથે ઘટની માફક જીવપ્રદેશની સાથે ષવાળું) સ્પર્શવાળું