________________
૨૮૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ પછી ગુરૂની પાસે આવેચે. (૧૫) એ પ્રમાણે બીજાઓને પહેલાં બતાવે. (૧૬) એ પ્રમાણે ગુરૂને આમંત્રણ પહેલાં આપ્યા સિવાય અશનાદિ દ્વારા બીજાઓને આમંત્ર. (૧૭) ગુરૂની રજા લીધા સિવાય જે જે વસ્તુ આવે, તે તે તેને પ્રચુર–પ્રચુર આપે (૧૮) સારું સારૂં પિતે વાપરે છે. (૧૯) દિવસે ગુરૂએ
લાવ્યા છતાંય જવાબ આપતું નથી. (૨૦) ગુરૂ તરફ વારંવાર કઠોર રીતે બેલે છે. (૨૧) ગુરૂએ બોલાવ્યા છતાં, જયાં રહ્યો રહ્યો ગુરૂવચન સાંભળે ત્યાં જ રહ્યો રહ્યો જવાબ આપે છે. (૨૨) “શું તું કહે છે?—એમ ગુરૂને બેલે છે. (૨૩) જેવું ગુરૂ બેલે તે જ જવાબ આપે છે. જેમ કે-ગુરૂએ કહ્યું કેહે આર્ય! ગ્લાન વગેરેની વૈયાવચ્ચ કેમ કરતું નથી? ત્યારે શિષ્ય સામે જવાબ આપે છે કે તું જ કેમ વૈયાવચ્ચ કરતે નથી?” (૨૪) ગુરૂ જ્યારે ધર્મકથા કરતા હોય ત્યારે મન બગાડી નાખે. (૨૫) “તું આ અર્થને ભૂલી જાય છે – એમ ગુરૂને કહે. (૨૬) ગુરૂ ઉપદેશદાન કરતા હોય તે વખતે પિતે જ ડાહ્યો થઈને કથા કરવા બેસી જાય. (ર૭) “ભક્ષાકાળ થઈ ગયે છેઈત્યાદિ વાક્યથી અકાળે પણ સભાને તેડી પાડે (૨૮) ચાલુ સભામાં જ ગુરૂએ કહેલ અર્થને પિતાની કુશળતા બતાવવા માટે સવિશેષ અર્થને કહેવા મંડી પડે. (ર) થી ૩૧) ગુરૂના સંથારાને પગથી સંઘટ્ટો કરે, બેસે કે સૂવે. (૩૨) ગુરૂના કરતાં ઉંચા આસને બેસે. (૩૩) ગુરૂના સમાન આસને બેસે. આ તેત્રીશ આશાતનાઓમાં પરિવર્જન દ્વારા જે સાધુ પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતો નથી. (૨૦૧૨૧૯)