________________
શ્રી સામાચારી અધ્યયન-૨૬
૧૭૩ કાલગ્રહણ કરી, અસંયતેને નહિ જગાડતે સ્વાધ્યાયને કરે.
જ્યારે ચોથી પિરિસીને ચેાથે ભાગ બાકી રહે, ત્યારે ગુરુવંદના કર્યા બાદ વૈરાત્રિક કાલનું પ્રતિકમણ કરી પ્રભાતિક કાલને જુએ અને ગ્રહણ કરે. વળી જ્યારે સર્વ દુખેથી છોડાવનાર કાઉસગ્ગને સમય આવે ત્યારે કાર્યોત્સર્ગ કરે. અહીં કાઉસ્સગ્નના ગ્રહણથી દર્શન–જ્ઞાન–ચારિત્રની શુદ્ધિ માટે ત્રણ કાઉસગ્ગનું ગ્રહણ કરે. ત્રીજા કાઉસ્સગ્નમાં રાત્રિ સંબંધી અતિચારનું ચિંતન કરાય છે, યાને કમસર રાત્રિ સંબંધી જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-વીર્યમાં જે અતિચાર લાગ્યું હોય તેનું ચિંતન કરે. બાકીના કાઉસ્સગ્નમાં ચતુર્વિશતિસ્તવ જે (લેગસ્સ) પ્રસિદ્ધ છે તે સમજવું. ત્યાર બાદ કાઉસ્સગ્ન પારી, વાંદણ દઈ, ગુરુને ખમાવી–વંદન કરી, ગુરુ સમક્ષ યથાક્રમ રાત્રિના અતિચારને પ્રકાશ કરે. પ્રતિક્રમણ કરી, નિઃશલ્ય થઈ ગુરુને વંદના કરી સર્વ દુઃખથી છેડાવનાર કાઉસ્સગ્ન કરે. કાઉસગ્નમાં રહેલો નવકારશી વગેરે ક તપ હું સ્વીકારૂં? યાને શ્રી વીર ભગવાન છે માસ સુધી નિરશન બની વિચર્યા, તે હું પણ શું એટલા કાલ સુધી નિરશન બની રહેવા સમર્થ છું કે નહિ? આ પ્રમાણે પાંચ માસથી લઈને નવકારશી પયત વિચાર કરે. આ પ્રમાણે તપચિંતવણી કાઉસ્સગ્ગ પૂરે કરી–પારી ગુરુને વાંદણુ દે, અર્થાત્ ગુરુવંદન કરી, યથાશક્તિ ધારે તપ સ્વીકારી, ત્રણ સ્તુતિ રૂપ સિદ્ધોના સ્તવને કરે. બાદ જ્યાં શ્રી જિનમંદિરે છે ત્યાં શ્રી જિનપ્રતિમાઓને વંદનાચૈત્યવંદન કરે. (૪૫ થી ૫૨–૧૦૨ થી ૧૦૩૬)