________________
શ્રી યજ્ઞીયાધ્યયન-૨૫
૧૪૧
પ્રકારના ધમ તે જ અગ્નિહેાત્ર પ્રધાન છે. યજ્ઞોના ઉપાય તરીકે સંયમ રૂપ ભાવયજ્ઞના અથી પુરૂષ છે. નક્ષત્રોમાં પ્રધાન ચંદ્ર છે. ધર્મનું મુખ-મૂલ ઉપાય તરીકે યુગાદિદેવશ્રી ઋષભદેવ ભગવાન છે, કેમ કે—તેઓશ્રી ધર્મના પ્રથમ પ્રરૂપક છે. જેમ ચંદ્રને હાથ જોડી સ્તુતિ-નમસ્કાર કરતા ગ્રહ વગેરે નક્ષત્રો પ્રધાન રીતિએ અતિ વિનયવાળા ચિત્તાક ક ઢેખાતા ઉભા રહે છે, તેમ શ્રી ઋષભદેવ ભગવાનને પણ ધ્રુવેન્દ્ર વગેરે સ્તુતિ-નમસ્કાર આદિકરે છે. અર્થાત્ માહાત્મ્યશાલી શ્રી ઋષભદેવસ્વામી ધર્મના મૂલ રૂપે છે. વિદ્યા રૂપ બ્રાહ્મણસંપત્તિવાળાએ યજ્ઞવાદીએ જે તારા વડે પાત્રપણાએ માનેલ છે. તેએ અજ્ઞાની છે, કેમ કે–સાચા બ્રાહ્મણ્ણાને નિપરિગ્રહતા હાવાથી વિદ્યા એ જ સ ́પત્તિ હેાય. તે બૃહદ્ આરણ્યક કથિત દશ પ્રકારના ધર્મને જાણતા હૈાવા છતાં આ લેાક બાહ્ય યજ્ઞને કરે ? વેદ, અધ્યયન, ઉપવાસ વગેરે બહારથી શાન્ત સંવરવાળા આ અજ્ઞાનીએ, ભસ્મ નીચે ઢંકાયેલ અગ્નની માફક ભીતરમાં કષાયની આગથી ભભૂકતા જ છે. તમે માનેલ આ બ્રાહ્મણેા કેવી રીતિએ સ્ત્ર-પરના ઉદ્ધાર કરી શકે? અર્થાત્ ન જ શકે. (૧૬ થી ૧૮, ૯૫૬ થી ૯૫૮)
जो लोए बंभणो वृत्तो, अग्गी वा महिओ जहा । सया कुसलसदिट्ठ, तं वयं बूम माहणं ॥ १९॥
जो न सज्जइ आगंतु, पञ्चयंतो न सोअइ । रमए अज्जवयणंमि, तं वयं बूम माहणं ॥ २०॥