________________
૧૫૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
"
જો કે- તમે કરવા માટે ઇચ્છેલું. આ કાય છે પણ મારી ઈચ્છા છે.” ‘હું... આ કામ કરૂ, મારા પાત્રલેપાદિ કાને તમે ઈચ્છાથી કરો.' આ પ્રમાણે ક્રમશઃ સ્વ-પર સારણમાં ઈચ્છાકાર' સામાચારી છઠ્ઠી જાણવી.
(૭) જયારે કોઈ પણ પ્રવૃત્તિમાં ભૂલ થાય, ત્યારે શૂલના સ્વીકારપૂર્વક ‘મિથ્યા દુષ્કૃત' આપે. અર્થાત્ અસત્ય માચરણ થતાં ધિકકાર છે મને, કે જે મે આ અસત્ય કરેલ છે.’-આવા પ્રકારની નિદામાં મિથ્યાકાર' નામની સાતમી સામાચારી સમજવી.
(૮) જ્યારે ગુરુમહારાજ વાંચના વગેરેનુ દાન કરે,. ત્યારે આ આ પ્રમાણે જ છે.’ –એવા સ્વીકાર રૂપ પ્રતિશ્રુતમાં અર્થાત્ ગુરુ આદિ જે કહે તે સાંભળી તે તરત જ ‘તદ્ઘત્તિ’ કહી સ્વીકાર રૂપ પ્રતિશ્રુતમાં ‘તથાકાર' નામની આઠમી
સામાચારી છે.
(૯) બહુમાનયોગ્ય આચાય, ગ્લાન આદિને યથાચિત આહાર આદિ સંપાદન રૂપ ગુરુપૂજામાં ‘અભ્યુત્થાન’ નિમંત્રણા રૂપ નવમી સામાચારી જાણવી.
(૧૦) ખીજા આચાય ની સમીપમાં ‘આટલા કાળ સુધી આપની પાસે હું રહીશ.’-એવી ‘ઉપસ’પદા’ નામની દશમી સામાચારી સમજવી. આ પ્રમાણે દવિધ સામાચારી ડેલી છે. ( ૫ થી ૭-૯૮૯ થી ૯૯૧)
पुल्लिंमि चउन्भागे, आइच्चमि समुट्ठिए । भंडगं पडिले हित्ता, वंदित्ता य तओ गुरुं ॥८॥