________________
૧૩૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ (૬) ઘાસ-પાંદડાં આદિ રહિત અશુષિર સ્થાનમાં, (૬) દાહ વગેરે જેમાં થયેલ હોય અને પછી થડે કાળ ગયો હોય તેવા અચિરકાલમૃત સ્થાનમાં, કેમ કે ઘણે કાળ થયા પછી તેમાં પૃથ્વી વગેરે પેદા થાય છે.) () વિસ્તીર્ણ સ્થાન અને જઘન્યથી હાથે પ્રમાણુ સ્થાનમાં, ૩) દૂર અવગાઢ સ્થાનમાં અને જઘન્યથી નીચે બાર આંગળપ્રમાણ જગ્યા અચિત્ત થયેલી હોય એવા સ્થાનમાં, (૫) ગામ, બગીચા વગેરે દૂર રહેલા સ્થાનમાં, (B) ઉંદર આદિ બીલ વગરની જગ્યામાં, (મો) બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવથી, શાલિ વગેરે બીજથીઅને સકલ એકેન્દ્રિય જીવથી રહિત સ્થાનમાં આ પ્રમાણે દશ પ્રકારના સ્થાનમાં ઉચ્ચાર વગેરે પાઠવે ! (૧૫થી ૧૮-૯૨થી૯૩૧) एआओ पंच समिईओ समासेण वियाहिआ। इत्तो उ तओ गुत्तीओ, वुच्छामि अणुपुचसो ॥१९॥ एता पञ्च समितयः, समासेन व्याख्याताः । इतस्तु तिस्रो गुप्तीः, वक्ष्याम्यानुपूर्व्या ॥१९॥
અર્થ-આ પાંચ સમિતિ સંક્ષેપમાં કહીં. હવે ત્રણ ગુણિઓનું વર્ણન ક્રમશઃ કરવામાં આવે છે. (૧૯૩૨)
सच्चा तहेव मोसा य, सच्चमोसा तहेव य । चउत्थी असच्चमोसा य, मणगुत्ती चउबिहा ॥२०॥ संरंभसमारंभे, आरम्भे य तहेव य । मणं पवमाणं तु, नितिज्ज जयं जई ॥२१॥