________________
૧૦૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ અથશ્રી કેશી કહે છે કે–હે ગૌતમ! આપની બુદ્ધિ અત્યુત્તમ છે, કે જેથી પૂછાયેલ સંશય દૂર થયે. હવે જે બીજો સંશય થાય છે તેને તમે જવાબ આપશે. તે ગૌતમ! મનમાં ઉત્પન્ન થયેલી એક લતા છે, કે જે પરિણામે ભયંકર વિષ જેવા ફલેને આપે છે. એવી લતાનું તમેએ કેવી રીતિએ ઉમૂલન કર્યું? શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે-તે સંપૂર્ણ લતાને છેદીને અને તેનું રાગ-દ્વેષાદિ મૂલ રાહિત ઉમૂલન કરીને વિશ્વ ફલના આહાર સમાન કિલષ્ટ કર્મથી મુક્ત બનેલે હું છું અને પૂર્વોક્ત ન્યાયે હું વિચરું છું. હવે શ્રી કેશી શ્રી ગૌતમને પૂછે છે કે–તમેએ એ લતા કઈ કહેલી છે? શ્રી ગૌતમ કહે છે કે-સ્વરૂપથી ભય આપનારી દુઃખહેતુ હેઈ ભીમ જેવી અને જેનાથી કિલષ્ટ કર્મ રૂપ ફલેને ઉદય-વિપાક છે એવી ભવતૃષ્ણા (સાંસારિક સુખવિષયક લેભ) એ આધ્યાત્મિક-મનઃ લતા કહેલ છે. તે મહામુનિ! તે લતાનું મૂલતઃ ઉમૂલન કરી હું ન્યાય પ્રમાણે વિચારું છું. (૪૪ થી ૪૮–૮૬૮ થી ૮૭૨)
साहु गोअम ! पण्णा ते, छिन्नो मे संसओ इयो । अण्णोवि संसओ मज्झं, तं मे कहसु गोअमा ॥४९॥ संपन्जलिआ घोरा, अग्गी चिट्ठइ गोमा !। जे डहति सरीरत्था, कह विज्झाविया तुमे ? ॥५०॥ महामेहप्पमुआओ, गिज्ञ वारि जलोत्तमं । सिंचामि सययं ते उ, सित्ता नो अदहति मे ॥५१॥