________________
૧૦૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ સ્વામીએ અચેલક કલ્પ કહ્યો છે અને મહાયશ શ્રી પાર્શ્વનાથસ્વામીએ શ્રી મહાવીર-શિષ્યની અપેક્ષાએ વિશિષ્ટમાન-વર્ણ તથા બહુ મૂલ્યવંત પ્રધાન વસ્ત્રવાળો કલ્પ કહો છે. એક કાર્ય માટે પ્રવૃત્ત બંનેના કલ્પના ભેદનું શું કારણ છે? હે મેધાવિન ! બે પ્રકારના લિંગભેદમાં શું અવિશ્વાસ થતું નથી?
શ્રી કેશીના આ પ્રશ્નને શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે કેવલજ્ઞાન રૂપી વિજ્ઞાનથી જે જેને ઉચિત હોય, તે તેને તે રીતિએ જાણીને વર્ષાકલપ વગેરે ધર્મો પકરણ-સાધન દર્શાવ્યું છે. પહેલાંના અને છેવટના સાધુઓને જે લાલ વસ્ત્રો આદિની અનુજ્ઞા આપવામાં આવે, તે જુ–વક-જડતાના કારણે વસ્ત્રોને રંગવા વગેરેમાં પણ પ્રવૃત્તિ કરી બેસે ! આથી તેની રજા આપી નથી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિવે તેવા નહિ હોવાથી તેઓને લાલ વગેરે વસ્ત્રની અનુજ્ઞા કરેલ છે. વળી “આ જૈન સાધુઓ છે”—એની પ્રતિ માટે નિસ્તરહરણ વગેરેના નાનાવિધ ઉપકરણની વ્યવસ્થા --રચના કરેલ છે. વળી સંયમનિર્વાહ રૂપ યાત્રા માટે મુનિવેષ રૂપ લિંગનું પ્રજન છે, કેમ કે–વર્ષાકા-કંબલ વગેરે વિના વૃષ્ટિ વગેરેમાં સંયમની બાધા જ થાય ! વળી હું મુનિ છું એવા પિતાના જ્ઞાન માટે મુનિવેષ રૂપ લિંગનું પ્રયોજન છે, કેમ કે-કેઈ વખત મનની અસ્થિરતાવાળી દશામાં પણ “હે મુનિ છું” તેનું ભાન રહે છે. વળી જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપ રત્નત્રયી જ મોક્ષનાં તવિક કારણો છે.”—એવી પ્રતિજ્ઞા-સ્વીકાર શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરમાં એક જ છે, એમાં ભેદ નથી.