________________
apro/rk/2014/01/30/hk
તા. ૩૦-૦૧-૨૦૧૪
સંદેશ
ધર્મ કેવળ પ્રાર્થના કે કર્મકાંડ નથી,
ધર્મ એટલે આધ્યાત્મિક અનુભવ અને આત્મસાક્ષાત્કાર અન્ન ઉદરનો ખોરાક છે, વાચન ચિત્તનો ખોરાક છે, મનન મનનો ખોરાક છે, પરંતુ તપએ આત્માની તૃપ્તિનો ઓડકાર છે.
જીવન એ તપનું બીજુ નામ છે. માણસનું તપ અને ધર્મ પ્રતિ શ્રદ્ધા જ તેની જીવનરૂપી નાવને પાર કરે છે, બાહ્ય રૂપ અને સૌંદર્ય નહીં, તપ આત્માનું શુદ્ધિકરણ કરી, મોક્ષ પ્રાપ્તીનું એક માધ્યમ બની જાય છે. તપનો ધ્વની શબ્દોથી ઘણો ઊંચો અને પવિત્ર હોય છે.
જાણીને આનંદની અનુભૂતિ થાય છે કે, મહારાજ સાહેબ પૂ. નિરંજન મુનીજી સમાજમાં તપના મહત્વનું વિશાળ ચિત્રણ-દર્શન કરાવવા જૈન અને જૈનોત્તર ધર્મોમાં તપ એક તુલનાત્મક અધ્યયન નામનું પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છે, આશા રાખું છું કે, આ પુસ્તક અને પુસ્તકમાં લખાયેલ લેખ, જૈન સમાજ અને સમગ્ર જન માટે કલ્યાણરૂપી કમળ ખીલવે આવા સુંદર પુસ્તકના પ્રકાશન માટે શ્રી મહારાજ સાહેબ અને સમસ્ત જૈન સમુદાય ને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
સૌનો,
(નરેન્દ્ર મોદી)
To,
Shree Nareshbhai Shivlalbhai Shah, Opp. Khanna Delu, At. Viramgam, Dist. Ahmedabad.
નરેન્દ્ર મોદી
મુખ્ય મંત્રી, ગુજરાત રાજ્ય
૧૯