________________
२४
सूत्रार्थमुक्तावलिः
ઉપકારી છે, શબ્દ વિના તે (તે ચાર) મુંગા હોવાથી સ્વયંના સ્વરૂપને જણાવવા સમર્થ નથી, અનુયોગ એટલે કે વ્યાખ્યાન અને તે તો કેવલજ્ઞાનાદિ ચારમાં પ્રવર્તે છે જ, તો પછી તે ચાર વિષે પણ અનુયોગ કહી શકાય? તમારી વાત બરાબર નથી. કારણ કે, તે તે જ્ઞાનના પ્રતિપાદક એવા સૂત્રોના સંદર્ભમાં જ વ્યાખ્યાનની પ્રવૃત્તિ થાય છે. અહીંયા અનુયોગના વિષયને પ્રારંભ કર્યો છે તો ઉદેશ વિગેરેનું ગ્રહણ શા માટે કરેલું છે? તેનો ઉત્તર જણાવે છે કે જયાં ઉદ્દેશ વિગેરે કરાય છે ત્યાં જ અનુયોગ અને તેના ઉપક્રમ વિગેરે દ્વારા પ્રવર્તે છે. અન્યત્ર નહિ અને ઉદ્દેશ વિગેરે શ્રુતજ્ઞાનમાં જ કરાય છે. પરંતુ જ્ઞાન ચતુષ્ટયમાં નહિ, કારણ કે તે જ્ઞાનચતુર્ય ગુરુને આધીન ન હોવાથી ઉદ્દેશાદિના વિષય થતા નથી. હવે જુદા જુદા અર્થવાળું હોવાથી વિવિધ મંત્રો વિગેરે અતિશયોથી સંપન્ન હોવાથી શ્રુતજ્ઞાન પ્રાયઃ કરીને ગુરુના ઉપદેશની અપેક્ષા રાખે છે. જ્ઞાન ચતુષ્ટય તો ગુરુના ઉપદેશની અપેક્ષા વિના તેના તેના આવરણ ક્ષય અથવા ક્ષયોપશમથી થતું હોવાના કારણે ઉદ્દેશાદિ ક્રમની અપેક્ષા રાખતા નથી.
પ્રશ્ન : શ્રુતજ્ઞાન અંગોતર્ગત અને અંગબાહ્ય એમ બે પ્રકારનું છે. આચારાંગ સૂત્ર વિગેરે અગાંતર્ગત અને ઉત્તરાધ્યયનસૂત્ર વિગેરે અંગબાહ્ય છે. તેથી આ બન્નેમાં કોના ઉદ્દેશ વિગેરે પ્રવર્તે છે? તે વાત અહીં કહે છે.
ननु श्रुतज्ञानं द्विविधमङ्गान्तर्गतमङ्गबहिर्भूतञ्चेति, अङ्गान्तर्गतमाचारादि, अङ्गबहिर्भूतञ्चोत्तराध्ययनादि, तदत्र कस्योद्देशादयः प्रवर्त्तन्त इत्यत्राह --
ते सकलस्यापि श्रुतस्य ॥३॥
त इति, उद्देशसमुद्देशानुज्ञानुयोगा इत्यर्थः प्रवर्तन्त इति शेषः । तथा च न केवलमङ्गान्तर्गतस्य न वाऽङ्गबहिर्भूतस्योद्देशादयः प्रवर्त्तन्ते, अपि तु सकलस्यापि श्रुतस्येति भावः । सकलस्यापीत्यनेन प्रतिशास्त्रं प्रत्यध्ययनं प्रत्युद्देशकं प्रतिपदञ्च ते प्रवर्त्तन्ते न पुनः समुदायरूपश्रुतस्यैवेति सूच्यते ॥३॥
તે ઉદ્દેશાદિ બધા પણ સર્વ શ્રુતના હોય છે - ઉદ્દેશ-સમુદેશ-અનુજ્ઞા-અનુયોગ સઘળા શ્રતના પ્રવર્તે છે. (પ્રવર્તત્તે એવી ક્રિયા શેષ છે.) તેથી ફલિતાર્થ આવો થાય છે કે ઉદ્દેશાદિ વિગેરે ચારે ફક્ત અંગઅંતર્ગત તથા અંગ બહિરતનો નહિ પણ બધા શ્રુતનો પ્રવર્તે છે.
હવે “સકલસ્યાપિ એવા પદથી સૂચિત કરાય છે કે દરેક શાસ્ત્ર તેના અધ્યયન તેના – ઉદેશ - તેના પદ પ્રત્યે તે ઉદ્દેશ વિગેરે પ્રવર્તે છે. પણ સમુદાય રૂપ શ્રુતના નહિ.
પ્રારંભ કરાયેલ અનુયોગ બાર દ્વારથી મિશ્ર છે અને તે બાર વાર આ પ્રમાણે ૧-નિક્ષેપ, ૨-એકાર્થ, ૩-નિયુક્તિ, ૪-વિધિ, પ-પ્રવૃત્તિ, ૬-કર્ત, ૭-વિષયદ્વાર, ૮-ભેદ, ૯-લક્ષણ, ૧૦-પરિષ૮, ૧૧-સૂત્ર, ૧૨-અર્થ.