________________
२३
अनुयोगद्वार
श्रुतस्यैवोद्देशसमुद्देशानुज्ञाऽनुयोगाः ॥२॥
श्रुतस्यैवेति, भवन्तीति शेषः । एवशब्देन मत्यादिज्ञानचतुष्टयस्यावशिष्टस्य व्युदासः । इदमध्ययनादि त्वया पठितव्यमिति गुरुवचनविशेष उद्देशः, तस्मिन्नेव शिष्येणाहीनादिलक्षणोपेतेऽधीते गुरोनिवेदिते स्थिरपरिचितं कुर्विदमिति गुरुवचनविशेष एव समुद्देशः, तथाकृत्वा गुरोनिवेदिते सम्यगिदं धारयान्यांश्चाध्यापयेति तद्वचनविशेष एवानुज्ञा, अनुयोगश्च व्याख्यानमिति । ननु तदितरज्ञानादिचतुष्टयस्य व्यावृत्तिकरणात्तत्र नानुयोगः प्रवर्तत इत्युक्तं भवति, तत्र किं कारणम्, उच्यते असंव्यवहार्यं तदिति, यद्धि लोकस्योपकारकं तदेव व्यवहारनयेन संव्यवहार्यम्, श्रुतमेव च भवति वस्तुषु हेयोपादेयेषु प्रवृत्तिनिवृत्तिबोधनद्वारेण लोकस्य साक्षादुपकारि । न च केवलादिज्ञानचतुष्टयदृष्टार्थस्यैव श्रुतेनोपदेशात्तस्य कथमनुपकारित्वमिति वाच्यम्, तथापि तस्य गौणवृत्त्योपकारित्वात्, न हि शब्देन विना तत् स्वस्वरूपमपि बोधयितुं समर्थममुखरत्वात् । अथानुयोगो व्याख्यानं तच्च ज्ञानादिचतुष्टयेऽपि प्रवर्तत एवेति चेन्न, व्याख्यानस्यापि तत्तज्ज्ञानप्रतिपादकसूत्रसंदर्भेष्वेव प्रवृत्तेः। नन्वनुयोगस्यैवोपक्रान्तत्वादुद्देशादिकं किमर्थमुपात्तमिति चेदुच्यते, यत्रैवोद्देशादयः क्रियन्ते तत्रैवानुयोगस्तद्द्वाराण्युपक्रमादीनि च प्रवर्तन्ते नान्यत्र, क्रियन्ते चोद्देशादयः श्रुतज्ञाने न तु ज्ञानचतुष्टये, तस्य गुर्वनधीनत्वेनोद्देशाद्यविषयत्वात् । नानार्थत्वाद्दुरूहत्वाद्विविधमंत्राद्यतिशयसम्पन्नत्वाद्धि प्रायः श्रुतज्ञानं गुरूपदेशमपेक्षते, ज्ञानचतुष्टयन्तु तत्तदावरणक्षयक्षयोपशमाभ्यां विना गुरूपदेशापेक्षं जायमानत्वेन नोद्देशादिक्रममपेक्षत इति ॥२॥
શ્રુતજ્ઞાનના જ ઉદ્દેશ-સમુદેશ-અનુજ્ઞા-અનુયોગ હોય છે. એવા શબ્દથી મતિ વિગેરે શેષ ચાર જ્ઞાનનો વ્યવચ્છેદ કરાયો. “આ અધ્યયન તમારે ભણવું જોઈએ.” એવા પ્રકારનું ગુરુનું વચન તે ઉદ્દેશ કહેવાય, તેમજ શિષ્ય વડે અહિનાદિલક્ષણથી યુક્ત ભણાવે છતે, ગુરુને જણાવ્યું છતે આને તમે સ્થિર પરિચિત કરો’ એવા પ્રકારનું ગુરુવચન તે સમુદેશ, તેમ કરીને (સ્થિર પરિચિત કરીને) ગુરુને જણાવે છતે “આને સારી રીતે તમે ધારણ કરો અને બીજાને ભણાવો' એવું ગુરુનું વચન તે અનુજ્ઞા અને તેનું વ્યાખ્યાન તે અનુયોગ..
શ્રુતજ્ઞાનથી ઈતર ચાર જ્ઞાનનો વ્યવચ્છેદ કરવાથી તેમાં અનુયોગ પ્રવર્તતો નથી, તેવું તાત્પર્ય થાય છે તો તેમાં શું કારણ? તે અસંવ્યવહાર્ય છે. (અસંવ્યવહાર્ય એટલે શું?) જે લોકોને ઉપકારક હોય તે વ્યવહારનયથી સંવ્યવહાર્ય છે. માત્ર શ્રુતજ્ઞાન જ હેય-ઉપાદેય વસ્તુઓને વિશે પ્રવૃત્તિ નિવૃત્તિને જણાવવા દ્વારા લોકોને સાક્ષાત્ ઉપકારી થાય છે. કેવલ વિગેરે ચાર જ્ઞાન વડે જોવાયેલા પદાર્થનો જ શ્રુતજ્ઞાન વડે ઉપદેશ થતો હોવાથી તે કેવલાદિ જ્ઞાનચતુટ્યનું અનુપકારીપણું કેવી રીતે થાય એમ ન કહેવું? કારણ કે, તે કેવલજ્ઞાનાદિ ચતુષ્ટય ગૌરવૃત્તિથી