________________
अनुयोगद्वार
२१
श्रुतस्यैवोद्देशसमुद्देशानुज्ञानुयोगानां वक्ष्यमाणतया श्रुतस्यानुयोगकरणमेव विषयस्तत्प्रकारपरिज्ञानं श्रोतुः प्रयोजनमव्यवहितं परम्परं तु मोक्षावाप्तिः कर्त्तुश्च साक्षात्फलं सत्त्वानुग्रहः व्यवहितन्तु मोक्ष एव, प्रतिपाद्यप्रतिपादकभावश्च सम्बन्ध इति ॥१॥
હવે ન્યાય પ્રકાશ નામથી અલંકૃત થયેલ એવા તત્ત્વન્યાયવિભાકર આદિ ગ્રંથોમાંથી સ્વ પર સિદ્ધાંતના સારને જાણનારા, અત્યંત નિર્મલ વિભૂષિત થયેલા. જેમણે યોગોહન નથી કર્યો અને એવા અહંના વચનોનો અનુયોગ કરવાની ઈચ્છાવાળા શિષ્યોને સરળતાથી વિના તેમાં પ્રવૃત્તિ કરાવવા માટે પૂર્વ મહર્ષિઓ વડે અતિગંભીરતાથી ઉપક્રમ વિગેરે દ્વારોથી આ તત્ત્વન્યાયના પદાર્થો ઉપર વિચારેલું હોવા છતાં પણ અલ્પ પ્રજ્ઞાવાળાઓને સુલભપણે તેઓને બોધ કરાવવાની ઈચ્છાથી ઉપક્રમ વિગેરે દ્વારોના વર્ણનપૂર્વક અનુપમ એવા આગમની ભક્તિથી જન્ય ઉત્સુકતાથી અનુયોગનો પ્રારંભ કરતા એવા મૂલગ્રંથકાર વડે ૫૨મસુખના કારણરૂપ એવા તેમજ વિઘ્નના સમૂહનો નાશ કરનાર એવા જ્ઞાનનું શરૂઆતમાં પ્રતિપાદન કરાય છે. (બતાવાયા છે.) વિચારવું તે મતિ અથવા મન્ય તે એટલે કે ઇન્દ્રિય અને મન દ્વારા નિયત વસ્તુ જેના વડે જણાય તે મતિજ્ઞાન યોગ્ય દેશમાં રહેલા પદાર્થ વિષયક વિષયવાળો ઇન્દ્રિય અને મન થકી બોધ વિશેષ તે મતિજ્ઞાન છે.
સાંભળવું તે શ્રુત પ્રાપ્ત થયેલ અર્થના ગ્રહણ સ્વરૂપ પાંચ એવો બોધ વિશેષ તે શ્રુત કહેવાય છે.
અમુક ચોક્કસ પ્રકારના અર્થને કહેવાના ફળવાળું, વચનયોગ સ્વરૂપ, ભગવાનના મુખમાંથી નીકળેલું, પોતાના કર્ણરૂપ વિવરમાં બખોલમાં પ્રવેશેલું, તેમજ ક્ષાયોપશમિક ભાવના પરિણામને પ્રગટ કરવામાં કારણભૂત જે છે તે શ્રુત કહેવાય છે અને તે જ કારણમાં કાર્યનો ઉપચાર થવાથી શ્રુતજ્ઞાન કહેવાય છે. અથવા બીજી વ્યાખ્યા સંભળાય તે શ્રુત અને તે આત્મા જોડે અભિન્ન છે. અવધારણ ધારણ કરવું તે અવધિ, ઇન્દ્રિયોથી નિરપેક્ષ બનીને આત્માનું જે સાક્ષાત્ પદાર્થ ગ્રહણ કરવું તે અવિધ, ‘અવ તે’ અવ્યય હોવાથી અનેક અર્થવાળો છે. તેથી ‘અવ' બરાબર નીચે (અધસ્) જે જ્ઞાન વિશેષથી રૂપ વાળી વસ્તુ (રૂપીવસ્તુ) નીચે નીચે વિસ્તારથી જણાય તે અવધિજ્ઞાન, અવનો મર્યાદા અર્થ થતો હોવાથી જે જ્ઞાન વિશેષથી રૂપી વસ્તુને મર્યાદિત વડે એટલે કે નિયત ક્ષેત્ર, નિયત દ્રવ્યો, નિયત કાળથી જણાય છે. તે પરસ્પર નિયમિત ક્ષેત્ર રૂપે જણાય તે અવિધ અવિધજ્ઞાનાવરણના અમુક પ્રકારના ક્ષયથી ઉત્પન્ન થયેલું ભવપ્રત્યય અને ગુણ પ્રત્યયવાળું, રૂપી દ્રવ્ય વિષયકવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન.
સંજ્ઞી જીવો કાયયોગના સહકારથી મનોવર્ગણામાંથી જે દ્રવ્યને (પુદ્ગલને) ગ્રહણ કરીને મનરૂપે પરિણમાવે તે મન કહેવાય. તેઓના ચિંતનને અનુસરતા પર્યાયો તે મનઃપર્યાય, તે મનના પર્યાયો વિશે થતું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન.