________________
ॐ अहम् । श्री आत्मकमललब्धिसूरीश्वरेभ्यो नमः ।
जैनाचार्यश्रीमद्विजयलब्धिसूरिसङ्कलिता सटीका
सूत्रार्थमुक्तावलिः ।
वाचा निर्मलया सुधामधुरया यो मोक्षशिक्षामदात्, यस्याभूत् पदपङ्कजं तरिनिभं संसारवारांनिधौ । ध्वस्ताशेषदुरन्तकर्मपटलं लोकैकपूज्यं प्रभुम्, श्रीनाभेयजिनं दयैकनिलयं भक्त्या सदा नौमि तम् ॥१॥ न्यायव्याकरणार्हदागमलसद्वैदग्ध्यदीक्षागुरुम्, भूमीकल्पतरूं समस्तजनतासङ्गीतकीर्ति यतिम् । ध्यात्वा श्रीकमलाख्यसूरिमनघं सञ्चिन्त्य सूत्राम्बुधिम्,
कुर्वे बालहिताय सङ्ग्रहमयीं सूत्रार्थमुक्तावलिम् ॥२॥ અમૃત સમાન મધુર નિર્મલ વાણી વડે જેમણે મોક્ષની શિક્ષા આપી હતી, જેઓના ચરણકમલ સંસારરૂપી સમુદ્રમાં નાવડી (જહાજ) સમાન છે, દુઃખે કરીને અંત કરી શકાય એવા સઘળા કર્મોનો જેમણે નાશ કર્યો છે. તેમજ લોકમાં એકમાત્ર પૂજનીય અને દયાના એક સ્થાન સમાન એવા તે નાભિરાજાના પુત્ર ઋષભજિનની હંમેશા ભક્તિથી હું સ્તુતિ કરું છું.
ન્યાય, વ્યાકરણ અને અહંદગમની વિધ્વત્તાથી શોભતા (દીક્ષા આપનારા) શ્રી ગુરુ, (ભૂમિ માટે) પૃથ્વી માટે કલ્પવૃક્ષ સમાન, સમસ્ત લોકોના સમુદાય વડે સારી રીતે ગવાયેલી છે. કીર્તિ જેમની એવા, ઈન્દ્રિયોનો સંયમ કરનારા, નિર્દોષ પવિત્ર એવા આ.શ્રી.કમલસૂરિ ભગવંતનું ધ્યાન કરીને, સૂત્રરૂપી સમુદ્રનું સમ્યફ ચિંતન કરીને બાલજીવોના હિત માટે સંગ્રહ સ્વરૂપ એવી સૂત્રાર્થ મુક્તાવલીને હું કરું છું.