________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૦ ત્રણ ગુણવ્રતો- ગુણવ્રતો ત્રણ જ છે, વધારે કે ઓછા નથી. અણુવ્રતોના જ ઉત્તર ગુણસ્વરૂપ વ્રતો તે ગુણવ્રતો. અણુવ્રતો સ્વીકાર્યા પછી ગુણવ્રતો સ્વીકારવામાં આવે છે. માટે ટીકામાં ઉત્તરશબ્દનો પ્રયોગ કર્યો છે. સ્વીકારેલા અણુવ્રતોમાં ગુણ કરનારા છે માટે ગુણવ્રતો કહેવાય છે. ગુણવ્રતો સ્વીકારવાથી અણુવ્રતો વધારે સારી રીતે પાળી શકાય છે. દિશાપરિમાણ, ભોગોપભોગ પરિમાણ, અને અનર્થદંડ વિરમણ એમ ત્રણ ગુણવ્રતો છે.
ચાર શિક્ષાવ્રતોશિક્ષા એટલે અભ્યાસ. ચારિત્રનું કારણ બને તેવી વિશિષ્ટ ક્રિયાઓનો અભ્યાસ જેમાં થાય તેવાં વ્રતો તે શિક્ષાવ્રતો. સામાયિક, દેશાવગાશિક, પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રતો છે. એ ચાર વ્રતોના પાલનથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થવાથી ચારિત્રની પ્રાપ્તિ થાય. માટે ટીકામાં ચારિત્રનિબન્શન એમ કહ્યું છે.
આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ છે. વિશેષથી અર્થ તો ઘણા વિસ્તારથી ગ્રંથકાર જ કહે છે. (૬)
સમ્યક્ત્વ અધિકાર (ગા. -૬૨) तथा चाहएयस्स मूलवत्थू, सम्मत्तं तं च गंठिभेयम्मि । खयउवसमाइ तिविहं, सुहायपरिणामरूवं तु ॥ ७ ॥ [एतस्य मूलवस्तु सम्यक्त्वं तच्च ग्रन्थिभेदे । क्षायोपशमिकादि त्रिविधं शुभात्मपरिणामरूपं तु ॥ ७ ॥]
एतस्यानन्तरोपन्यस्तस्य श्रावकधर्मस्य मूलवस्तु सम्यक्त्वं । वसन्त्यस्मिन्नणुव्रतादयो गुणास्तद्भावभावित्वेनेति वस्तु । मूलभूतं च तद्वस्तु च मूलवस्तु । किं तत् ? सम्यक्त्वम् । उक्तं च
मूलं द्वारं प्रतिष्ठानमाधारो भाजनं निधिः । द्विषट्कस्यास्य धर्मस्य सम्यक्त्वं परिकीर्तितम् ॥ १ ॥ तच्च सम्यक्त्वं ग्रन्थिभेदे वक्ष्यमाणलक्षणकर्मग्रन्थिभेदे (३१-३३) सति भवति नान्यथेति भावः । तच्च क्षायोपशमिकादिभेदात्रिविधं क्षायोपशमिकमौपशमिकं क्षायिकं च, यद्वा कारकादि । शुभात्मपरिणामरूपं तु शुभः संक्लेशवर्जित आत्मपरिणामो जीवधर्मो रूपं यस्य तच्छुभात्मपरिणामरूपं