Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નાણમિ દંસણમિ સૂત્ર ૦૧૫ કરવો અથવા તેનાથી વિરુદ્ધ પ્રતિપાદન કરવું, તે પણ “નિતવન દોષ' છે.
અનિદ્વવનએ “જ્ઞાનાચાર'નો પાંચમો ભેદ છે.
વંગUT- Q-ત -[વ્યન-અર્થ-તતુ -વ્યંજન, અર્થ અને તદુભયને વિશે. અક્ષર, અર્થ અને તે ઉભય વિશે.
વ્યખ્ય અને અર્થ: રૂતિ વ્યગ્નનમ્ “જેનાથી અર્થ પ્રકટ થાય તે વ્યંજન'. આ રીતે વર્ણમાલાના તમામ અક્ષરો વ્યંજન કહેવાય છે. અહીં વ્યંજન-શબ્દ વ્યંજન-શુદ્ધિ-શબ્દ-શુદ્ધિ માટે વપરાયેલો છે, જે જ્ઞાનાચારનો છઠ્ઠો વિભાગ છે.
શબ્દના બોધ્ય વિષયને “અર્થ' કહેવામાં આવે છે. જેમ કે “પંકજ એટલે કમળ; “સુવર્ણ' એટલે સોનું; “મુક્તા” એટલે મોતી, વગેરે. “અર્થ શબ્દ અહીં અર્થ-શુદ્ધિ માટે વપરાયેલો છે. તે “જ્ઞાનાચાર'નો સાતમો વિભાગ છે.
“વ્યંજન અને અર્થ” એ ઉભયનો સંબંધ જાળવી રાખવો તે તદુભય; જેમ કે અહમ્ શબ્દ સાંભળીને કે વાંચીને મન શબ્દ જ બોલવો ને તે વખતે પૂજાને યોગ્ય તે અહમ્ એવો ભાવ ચિંતવવો તે “તદુભય છે. “વ્યંજન અને અર્થ–ઉભયની શુદ્ધિ તે જ્ઞાનાચાર'નો આઠમો વિભાગ છે.
મવિદો [ગઈવધ:]-આઠ પ્રકારે. ના [જ્ઞાન-જ્ઞાન. માયારો [આવા:]-આચાર નિરાં૩િ-[નિ:શહૂતY-નિઃશંકિત, શંકા-રહિત.
સંશયને “શંકા' કહેવામાં આવે છે, તે બે પ્રકારની હોય છે : દેશ શંકા” અને “સર્વશંકા'. તેમાં વિષયના અમુક ભાગ પૂરતી શંકા હોય તે “દેશશંકા' કહેવાય છે અને સમસ્ત વિષયને લગતી શંકા હોય તો તે સર્વશંકા' કહેવાય છે. શ્રીહરિભદ્રસૂરિએ દશવૈકાલિક-નિર્યુક્તિ પરની ટીકામાં તેનાં દષ્ટાંતો આપતાં જણાવ્યું છે કે :- “જીવપણું સમાન છતાં એક ભવ્ય અને બીજો અભવ્ય એમ કેમ થાય ?' આવી શંકા તે “દેશ શંકા' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org