Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નામ્મિ દંસમ્મિ સૂત્ર ૭ ૧૩
મ-બોલવું, કહેવું કે પ્રતિપાદન કરવું. તે પરથી ‘મળત’નો અર્થ બોલાયેલો, કહેવાયેલો કે પ્રતિપાદન કરાયેલો થાય છે.
તે-[ાલે]-કાલે, કાલના નિયમને અનુસરવા વડે.
‘કાલ’ એટલે સમય. જે સમય શ્રુતજ્ઞાનના અભ્યાસ માટે નક્કી થયેલો છે, તેને અહીં ‘કાલ' શબ્દથી સૂચિત ક૨વામાં આવ્યો છે. કાર્ય-સિદ્ધિ માટે સમય એક અગત્યનું કારણ મનાય છે, એટલે કે અમુક કાર્ય અમુક સમયે કરવાથી જ સિદ્ધ થાય છે. અહીં જ્ઞાનોપાસના કે શાસ્ત્રાભ્યાસરૂપી કાર્યની સિદ્ધિને પણ તે જ નિયમ લાગુ પડે છે. એટલે નિયત થયેલા સમયે અધ્યયન કરવામાં આવે તે ઇષ્ટ છે. આ અર્થમાં ‘કાલ' એ ‘જ્ઞાનાચાર'નો પ્રથમ ભેદ છે. વિળ-[વિનય]-વિનયને વિશે.
‘વિનય’નો સામાન્ય અર્થ શિક્ષણ, શિષ્ટતા કે નમ્રતા થાય છે, પરંતુ અહીં તે ગુરુ, જ્ઞાની, જ્ઞાનાભ્યાસી, જ્ઞાન અને જ્ઞાનનાં ઉપકરણોની આશાતના (અનાદર) વર્જવાના અને યોગ્ય ભક્તિ કરવાના અર્થમાં વપરાયેલો છે. તે માટે આચારપ્રદીપમાં કહ્યું છે કે :- ‘તથા વિનયો યુરોÍનિનાં ज्ञानाभ्यासिनां ज्ञानस्य ज्ञानोपकरणानां च पुस्तक- पृष्ठक- पत्र-पट्टिका - कपरिकास्थापनिका - उलिका-टिप्पनक- दस्तरिकाऽऽदीनां सर्वप्रकारैराशातना वर्जनभक्त्यादिर्यथार्हं कार्यः ।'
‘તે જ રીતે વિનય એટલે ગુરુની, જ્ઞાનીઓની, જ્ઞાનાભ્યાસીઓની, જ્ઞાનની અને પુસ્તક, પૂંઠું, પાનાં, પાટી, કવલી, ઠવણી (સાપડો-સાપડી), ઓળિયું, ટીપણું, દસ્તરી વગેરે જ્ઞાનોપકરણોની–જ્ઞાન મેળવવાનાં સાધનોની આશાતનાનું વર્જન અને તેમની યથાયોગ્ય રીતે ભક્તિ વગેરે કરવાં.’
ગુરુનો વિનય-ઊભા થઈને સામે જવું, આસન આપવું, પગ ધોવા, વિશ્રામણા (અંગ મર્દન) કરવી, વન્દના કરવી, આજ્ઞા-પાલન કરવું, સાંભળવાની ઇચ્છા રાખવી વગેરે વડે થાય છે. તે સંબંધમાં પૂર્વાચાર્યોએ જણાવ્યું છે કે :
अब्भुट्ठाणंजलिकरणं तहेवासण - दायणं । गुरुभत्ति - भावसुस्सूसा, विणओ एस विओहिओ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org