________________
શ્રી નગીનદાસ જેસુખલાલ દોશી
શ્રી નગીનદાસ જેસુખલાલ દોશી ધમપ્રેમી લાગણીશીલ આત્મા છે. તેઓશ્રીએ નાની વયમાં વ્યવસાય શરૂ કર્યો અને આપ બળે કુનેહ અને દીઘદૃષ્ટિથી શૂન્યમાંથી સર્જન કર્યુધંધાકીય તથા સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે તેમણે મહત્વનો ફાળો આપ્યો. અખૂટ લમી મળવા છતાં નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સ્વધર્મીઓના માટે અને અનેક જનકલ્યાણનાં કાર્યો માટે તેમણે સંપતિને સદુપયોગ કર્યો છે અને કરતા આવે છે. તેમના દાનથી સમાજની, માનવતાની અનેકવિવિધ પ્રવૃતિઓને નવજીવન મળ્યું છે તેમનું સમસ્ત જીવન દાન, દયા, નિખાલસતા, સંતે પ્રત્યેની અપૂર્વ ભક્તિભાવના આદિ ગુણોની સુવાસથી મધમધી રહ્યું છે. માતાપિતાના આદેશ અને સંસ્કારોને અપનાવીને તેમણે પિતાના જીવનને ઉજજવળ બનાવ્યું છે.