________________
પૂર્વ સામુદ્રિક
૧૭
પ્રિય તિષવિશારદેએ દેશના દુર્ભાગ્યે જ્ઞાનને કબજે રાખવાના પ્રયાસ આદર્યા. કંકસ્થ જ્ઞાનને તેમણે નાગના મણીની માફક સાચવ્યું. ત્રિકાલદશ મહાવિદ્યાને સ્વાધીનમાં રાખવાની મહત્યાકાંક્ષા સેવી. પોતે એકહથ્થુ ઇજારદાર બની, મનમાન્યું કમાઈ ખાવાની સ્વાર્થવૃત્તિથી લોકગી જ્ઞાનસુધાના પ્રવાહને અટકાવ્યો. વંશપરંપરાગત સાચવવા જતાં તે ન સચવાયો. ગુપ્ત પ્રવાહને પાષાણ નડે તેમ અડચણ નડવાથી આ શાસ્ત્રજ્ઞાન રોકાયું હોય એમ સાધારણ રીતે અનુમાન કરી શકાય છે.
વર્તમાન સમયમાં પણ એવા મોટપધેલા માનવીઓની કયાં ખોટ છે? પિતાના દેહને છોડતાં પિતાનું જ્ઞાન પણ તેઓ લેતા જાય એવું કયાં નથી બનતું? આ પુસ્તકમાં એવા લુપ્ત થયેલ જ્ઞાનમાંથી બચેલા જ્ઞાનને યથાશકિત સમાવેશ કરવામાં આવ્યો છે.
તિષવિદ્યાના પરદેશભ્રમણની આ ટુંક માહિતી પ્રાચિન વિદ્યા પ્રત્યે સન્માન ઉપજાવનાર થઈ પડે તેમ છે. વર્ષોના માપે થયેલા એક મહાકાર્યનું આ તે થોડાંક પાનાંમાં કરાવેલું ક્ષણિક દર્શન માત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com