________________
સુખસામુદ્રિક
૧૮૧
(૬) રેગપચક.
આ રોગ પંચકને પુત્રને ઉપવિત કિંવા જઈ દેવાના કાર્ય માટે ત્યાગ કરવું. રવિવારના દિવસે તેને જરૂર ત્યાગ કરવું.
ઉપર લગ્ન પંચકના પ્રકાર વિષે શાસ્ત્રીય સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું. હવે નીચે જળશાધન વિષે સામુદ્રિકશાસ્ત્રની ભૂસ્તરવિદ્યાના આધારે વિવેચન કરવામાં આવે છે – ભૂગર્ભજળ.
- આપણુ આર્યાવર્ત દેશમાં અને તેમાં પણ મુખ્યત્વે કરીને ગુજરાત પ્રદેશમાં મોટા પ્રમાણમાં વરસાદ અને કુવાના પાણી ઉપર કૃષિકાર્યને ખાસ કરીને આધાર છે. તેથી કૃષિક્ષેત્રોમાં કુવા દવાની અનહદ આવશ્યક્તા છે. તેમાં વળી કઈ મનુષ્ય કદાપિ પોતાના ખેતરમાં કુ ખોદાવવા માંડે તે પણ તેના ભૂગર્ભની અન્દરથી જળ નીકળતું નથી. આવા પ્રકારે ખાલી ખર્ચ થાય છે. તેથી ખેતરમાં કયા સ્થળે કુવાનું ખેદકામ કરવાથી જમીનમાંથી પાણી પ્રાપ્ત થશે તે શોધી કહાડવાની કુંચીએ અતિશય અગત્યની તથા અનહદ અમૂલ્ય થઈ પડશે, એમ ધારીને સામુદ્રિક યાતિષશાસ્ત્રના ભૂસ્તર અધ્યાયના ભૂગર્ભજળસર્ગના આધારે નીચે દર્શાવવામાં આવે છે –
જશાધનની યુકિતઓ. નેતરના વૃક્ષની નજીકમાં
જળ વિનાના સ્થાનમાં જે નેતરવૃક્ષ ઉગ્યું હોય, તો તે વૃક્ષની આથમણી દિશાએ ત્રણ હાથ ઉંડે જમીનમાં ખોદકામ કરવાથી ભૂગર્ભમાંથી જળની પ્રાપ્તિ થશે એમ માનવું. જાબુડાના ઝાડની પાસે.
જાંબુડાના ઝાડની પાસે પૂર્વ દિશાએ સાપના ઘણુ રાફડા દેખાતા હોય, તે ત્યાંથી દક્ષિણ દિશામાં ૧ને હાથ ઉડે જમીનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com