________________
૨૦૨
અધ્યાય-૧૮
ગ્રહપ્રસન્નતાની ક્રિયાવિધિ.
જયારે આ ગ્રહદેવતાઓ અશુભ અથત નબળા તરીકેના પિડાકારી સ્થાને હોય છે, ત્યારે તેમની વાદ્રષ્ટિમાંથી ઉમરી જવાને, તેમજ તેમનાથી હાનિ પહોંચતી અટકાવવાને તેમને કયા પ્રકારે ક્રિયાવિધિ કરીને સંતુષ્ટ રાખી તેમની અમીદ્રષ્ટિ પ્રાપ્ત કરવી તે સામુદ્રિકશાસ્ત્ર, જયોતિષવિદ્યા અને ગ્રહગણિતના આધારે નીચે વર્ણવવામાં આવે છે – નબળા સર્યનારાયણ.
નબળા સૂર્યનારાયણને સંતુષ્ટ અથવા પ્રસન્ન કરવાને, સનું, ત્રાંબું, માણેકનું નંગ, ઘઉં, ગાય, ગોળ, રાતા રંગનું વસ્ત્ર અને રાતા રંગનાં ગુલાબનાં ફલેનું પુણ્યદાન મેગ્ય પાત્ર જોઈને કરવું તથા સાત હજાર જપ નાહીધાઈ સ્નાનસંધ્યાદિ ષટકર્મ પરવારીને ઘીનો દી તથા અગરબત્તીને ધૂપ કરીને કરવા કે કરાવવા. તેના પુણ્યપ્રતાપે નબળા સૂર્યનારાયણ સંતુષ્ટ થતાં તેમની અમીદાટ પ્રાપ્ત થશે અને તેઓ પ્રસન્ન થવાથી તેમની કૃપાદ્રષ્ટિ પણ સંપાદન કરી શકાશે. નબળા ચન્દ્રમા.
નબળા ચન્દ્રમાને સંતુષ્ટ કરવાને સ્નાન સંધ્યાદિ નિત્યકર્મથી પરવારીને સોનું, રૂપું, મિતીનું નંગ, ચોખા, ગાય, ઘી અને ધોળા મોગરાનાં પુષ્પનું પુણ્યદાન સુપાત્રને કરવું તથા અગિયાર હજાર જપ ઘીને દીવ પ્રક્ટાવી, ધૂપ સળગાવી કરવા
કરાવવા. તેના પુનિત પ્રભાવે નબળા ચન્દ્રમા આનન્દ પામતાં તેમની દયાદષ્ટિના કૃપાપાત્ર થવા અને તેઓ પ્રકૃતિ બનવા
થી તેમની મીઠી નજર મેળવી શકવાને પણ ભાગ્યશાળી થવાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com