________________
અધ્યાય ૧૬ .
સુખસામુદ્રિક :
લગ્ન પંચક અને જળશે ધન લગ્ન પંચકનો પરિચય એવા પ્રકાર છે, કે વિવાહ પ્રસંગ ઉપવિત અવસર અને સિમતસમય ઇત્યાદિ માંગલિક કાર્યોમાં, ગૃહસ્થાનનું વાસ્તુ મુહૂર્ત કરવાના પ્રસંગે, પુત્ર કે પુત્રિને શાળાપાઠશાળામાં પ્રથમ બેસાડવાના અવસરે, રાજામહારાજ કે અમીરઉમરાવ કિંવા શ્રીમન્ત શેઠશાહુકારને ત્યાં નોકરીએ રહેવાના સમયે, દેશવિદેશ વણજવ્યાપાર અથવા ચાકરી માટે વિદાય થવાના વખતે શુભ અથવા અશુભ લગ્ન નિહાળવું પડે છે. આ લગ્નનું નિરીક્ષણ કરતાં તેમાં લગ્ન પંચક દ્રષ્ટિગોચર થાય છે. લગ્ન પંચકના પ્રકાર - ઉપરોકત લગ્ન પંચકના નવ પ્રકાર: ધર્મ શાસ્ત્રકારે દર્શાવે છે. તેમાંના મુખ્ય છ પ્રકાર નીચે આપવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com