________________
સુરસામુદ્રિક
૧૯૭
(૪) અશુભ ચન્દ્રદેવ,
૨-૪-૫-૮-૯ ૧૨ એટલા સ્થાનમાં જન્મ અને નામરાશિથી ચન્દ્રમાં હોય તે દ્રવ્યની તંગી પડે, ચારથી હાનિ પહોંચાડે, અગ્નિથી કંઈ પિડા કરાવે અર્થાત દેવતાથી દઝાડે, કારમા કારાગારના ભયંકર ભયને ભાસ કરાવે, બિજાંઓથી કલેશકંકાસ કરાવે અને જીવાત્માને અસુખી તેમજ અસ્વસ્થ રાખે. શુભ અશુભ ચન્દ્રમાની પિછાન.
શુદમાં જન્મ કે નામરાશિએ ૨-૫ અને ૯ મા સ્થાનમાં ચન્દ્રમાં હોય, તો તે શુભ સમજવો.
વદમાં જન્મરાશિ અથવા નામરાશિએ ૨-૫ અને ૯ મા સ્થાનમાં ચન્દ્રમા હોય, તે તે અશુભ ચન્દ્રમા જાણ.
શુદમાં જન્મ કે નામરાશિએ ૪-૮ કે ૧૨ મા સ્થાનમાં ચન્દ્રમા હોય, તો તે અશુભ ચન્દ્રમા જાણ.
વદમાં જન્મ કે નામરાશિએ ૪-૮ કે ૧૨ મા સ્થાનમાં ચન્દ્રમાં હોય, તે તે શુભ તથા લાભકર્તા જાણો. (૫) શુભ મ ગલમહારાજ,
૩-૬-૧૧ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિએ મંગળમહારાજ હોય, તે તે વસુ વધારે, સોનારૂપાના ધધાધાપામાં ફાયદે કરાવે, રાજવીથી સકારાત્માન અપાવે, દુશ્મનને પરાજિત બનાવે અને શરીરે સુખશાંતિ ભેગવાવે. અશુભ મંગળદેવતા.
૧-૨-૪-૫-૭-૮-૯-૧૦-૧૨ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી મંગળદેવતા હોય, તે શરીરને પિડા પમાડે, શત્રના સંક્ટને ભય દેખાડે, વિદેશ વસાવે અને સગાંસંબંધી તથા મિત્રમંડળમાં વિરોધ જમાડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com