________________
પ્રશ્નસામુદ્રિક
તાણું રહે છે. આપની પ્રકૃતિ દુરાગ્રહી છે એથી આપના શત્રુઓ વિશેષ સ્નેહી જાણતા દુશ્મન છે. તે છતાં પણ ઇષ્ટદેવની કૃપાથી આપનું શ્રેય જ થાય છે. આપે હાલ જે કાર્ય કરવા કલ્પના કરી છે, એ કાર્ય કરવાને હઠાગ્રહી બનશો તે પછી આપને એ કાર્ય કર્યા પછી પૂર્ણ પશ્ચાતાપ થશે. માટે એ વિચારને તિલાંજલિ આપીને અન્ય કઈ વ્યવહારિક શુભ કાર્ય કરશે. એમાં આપને વિજય મળશે. આપ એકલવીય દેવીની સેવા ને કનકાવતીદેવીની ભકિત કરજે. એથી આપને સુખશાતિની પ્રાપ્તિ થશે અને આપના અંતરની ગુખ ફિકર નષ્ટ થશે, તેમજ આપનું ક૯યાણ થશે એવું સિદ્ધિદાત્રી દેવાનું વાકય છે.
સાવિત્રી. આપને આ પ્રશ્ન મનવાંછિત વસ્તુ મળવાના શુભ શુકબને છે. આપને પૈસાની પ્રાપ્ત થશે. સર્વ કાર્ય સિદ્ધ થશે. ઉરમાં પર્ણ વિશ્વાસ રાખજે. આપ ધાર્મિક વૃત્તિની વ્યકિત છે તેથી ચિતમાં ચિંતાને સ્થાન આપશે નહિં. આ૫ જે પુરૂષાર્થ કરવા ઇરછે છે એમાં આપને યશપ્રાપ્તિ થશે. તેથી આપનું શ્રેય થશે. આ૫ મંગળમહારાજને જપ કરજે અને શાતાદુર્ગાની સેવા કરજે. એથી આપની આબરૂમાં વધારો થશે અને મનના મનોરથ ફળશે. એની એ ધાણી આપના નિવાસસ્થાનમાં ગુપ્ત ધન ઘટેલું છે એવું સાવિત્રી દેવી સૂચવે છે.
તારસુનરી. આપના આ પ્રશ્નના શુકન સામાન્ય શ્રેણીના છે. આપના ઉરમાં અતિશય ફિકર છે. જે કાર્ય કરવાને આપ ઇચ્છે છે તે ફળિભૂત નહિં થાય અને ઉલટું અવળું થશે. તેથી અન્ય કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com