________________
૧૭૪
અધ્યાય-૧૪
પંચક અવાજોગ અને સિંહસ્થમકરસ્થ વર્ષ.
કુંભરાશિનાં ચન્દ્રમાને આરંભ થાય તે દિવસથી પ્રારંભીને તે મીન રાશિને ચન્દ્રમા સમાપ્ત થાય અથવા ઉતરી જાય, તે દરમ્યાનના સમય કે દિવસોને પંચકના નામથી પિછાનવામાં આવે છે. પંચકમાં જે કાર્યો નહિ કરવાને સામુદ્રિક જયોતિષશાસ્ત્રવેત્તાઓએ નિધની આજ્ઞા આપી છે, તે કાર્યો નીચે મુજબ છે – પંચક અવગ.
પંચકમાં દક્ષિણદિશાએ પ્રવાસના પગે પડવું નહિં, મકાનનું ગીરે કે વેચા દયાદિનું દસ્તાવેજી લખાણ તેમજ નિવાસસ્થાનનો પાયો નાખવાની ક્રિયા કરવી નહિં કિંવા વસ્તવિધિ યોજવી નહિં. પ્રેતપાવક પ્રકટાવ નહિં. શબને અગ્નિસંસ્કાર કરવો નહિ. ધમસંકટ.
ધર્મસંકટવશાત જે ઉપરોકત નિષિધ ક્રિયાવિધિઓ કરવાની અનિવાર્ય આવશ્યકતા હોય, તે તે વૈદિક વિધિપૂર્વક ઉતર ક્રિયાની સાથે કરવી. શાર્પણુગ્રાસ અર્થાત લાકડાં અને વાસ ઇત્યાદિ મય આપીને વેચાતાં લેવાં નહિ, તેમજ, સૂવાના પલંગ કે ખાટલાની પાટી ભરવી નહિ ભાવાર્થ એ જ કે આ અમાંગલિક કામે પંચકના સમયમાં કરવાં નહિં, કારણ કે તેવાં કાર્યોને વેદધર્મશાસ્ત્ર નિષિધ કાર્યો. તરીકે વર્ણવે છે, અને તેવાં કાર્યો કરવાની
સામુદ્રિક જાતિષશાસ્ત્ર પણ સ્પષ્ટ મનાઈ જણાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com