________________
5
-
-
ગ્રહ સામુદ્રિક
પ૯ એક પણ પ્રતિક જે તેના યથાયોગ્ય સ્થળે દેખાતું હોય તો તે જગ્યા કે આકારના ફળને અનહદ ઉજજવલ કરી મુકે છે. આવાં પ્રતિકોમાંનાં કેટલાંક અશુભ બનાવોનું પણ સુચન કરતાં હોય છે.
શનિ મહારાજના સદન પર જણાતી ચેકડીની વિશિષ્ટ આકૃતિથી શનિદેવતાની જગ્યાની જાહેરજલાલી મિટાવનારી તેની છાયા જીંદગીમાં વધુ વખત સુધી દ્રષ્ટિગોચર થાય છે. પ્રારબ્ધ રેખાને આ નિશાની શનીદેવતાનાં પ્રભુવન પર અડકતો હોય તે તેવી જાતના માણસને અણધાર્થે સમયે અકસ્માતને અંગે અંત આવી જાય છે. મંગળદેવતાના મંદિરના મેદાનમાં ચતુષ્કનું પ્રતિક દેખાય, ને તે આયુષ્યરેખાને અડકતું હોય તો તે માનવીને તે વખતે કારાગ્રહનાં કષ્ટ સહેવાં પડે છે, એમ ન થાય તો તેના પર અદાલતને આંગણે મુકદ્દમો મંડાય છે.
મનુષ્યના હાથની હથેળીમાં આવેલી મનરેખા ને પ્રજ્ઞારેખાની મધ્યમાંની જગ્યા તથા આયુષ્યરેખા, પ્રજ્ઞારેખા તેમજ સ્વાથ્થરેખા (આરોગ્યરેખા) ને મંગળ મહારાજના મંદિરની મધ્યમાં ચનો ત્રિકોણાકાર મહાત્રિકોણને નામે ઓળખાય છે. આ મહાત્રિભુની ત્રણેય બાજુએ શકિતશાળી રેખાઓની બનેલી હોય છે. જે
આ પત્રિકોણાકૃતિ સાંકડી ન બની જતી હોય તે તે માણસના વિચારે વિશાળ, આરોગ્ય અનુપમ ને પ્રકૃતિ હિંમતબાજ ને સાહસિક હોય છે. આરોગ્યરેખા જે આયુષ્યરેખાથી દુર જતી હાય, ને તેમાં ભળી જતી ન હોય તો તે મનુષ્યનું શરીરસ્વાધ્ય અનુપમ હોય છે. આરોગ્યરેખા આયુષ્યરેખાની નજીકમાં નજરે ચઢતી હોય, તે આયુષ્યરેખામાં એકત્રિત થઈ જતી હોય તે તે મનુષ્યના તનબદનની તંદુરસ્તી નાદુરસ્ત રહેવા પામે છે. જે પ્રજ્ઞારેખા ટચુકડી ને સીધી હાઈ મનરેખા પ્રત્યે જતી હોય તથા પહચાની હથેળીની સામી દિશામાં ચાલી જતી હોય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com