________________
રેખા સામુદ્રિક
૮૫
પ્રબળતા પ્રદર્શિત કરે છે. આવા ચિહ્નવાળા મનુષ્યનું મન હંમેશાં ભોગવિલાસ ભોગવવાને તરફડિયાં મારતું હોય છે. એવા માનવીને સ્વમાવસ્થા કે જાગૃતિમાં સ્ત્રી સ્વરૂપનાં જ દર્શન થયાં કરે છે. આ માણસ એકાંત મળતાં કદી શાંત રહી શકતે નથી. મને કે કમને, સ્વેચ્છાએ કે અનિચ્છાએ પણ તે પિતાની વિષય વાસનાને તૃપ્ત કરવા તૈયાર થઈ જાય છે. ગમે તેવું સાહસ ખેડતાં પણ તે અચકાતા નથી. કેટલીક વાર કળારસિક ને યોગપ્રિય હાથમાં પણ આ પ્રકારની નિશાની નજરે પડે છે. આવી શ્રેણનો મનુષ્ય અતિશય ઝડપથી લાગણને વશ થનાર જેવામાં આવે છે. બહુજ કડક મગજને લીધે સાધારણુસાધારણ બાબતમાં તે જોતજોતામાં નાગની માફક છેડાઈ પડી બુમબરાડાના ડુંફાડા મારવા મંડી પડે છે. આવો બેહદ તીર્ણ લાગણીવાળો મનુષ્ય ઘડિકમાં આશાવાદી ને ઉદાસી જણાય છે. આવા મનુષ્યોની પ્રકૃતિ તીવ્ર ને વૃત્ત ચપળ હોય છે. આ અનર્થકારી શુકમેખલાની આકૃતિ જયારે પૂરેપૂરી અર્ધગોળાકૃતિમાં ને અર્ધલંબાકાર જણાય છે ત્યારે તેના મનમાં ઉનાવાયુ અર્થાત મૃગીનું દર્દ કે હીસ્ટીરીઆને વ્યાધી કે નિરાશાની ઉપાધી થયેલી લાગે. સ્ત્રીઓના હાથની હથેળીમાંની આ પ્રકારની આકૃતિથી ઉન્માદી દઈ લાગુ પડવાને યોગ હોય છે. શુકદેખાં જે વિવાહખાને ભેદી આરપાર નીકળી જતી હોય છે તો તે માણસની પરણ્યા પછીની સાંસારિક જીંદગી બહુ જ દુઃખ દેનાર નિવડે છે. તેના દુઃખનું મુખ્ય કારણ તેને જલદ
સ્વભાવ જ હોય છે. આવા સ્વભાવવાળે માણસે પરણ્યા પછી પિતાની સ્ત્રીમાં કાપી પણ ન શકાય તેવાં લાખેણાં લક્ષણે જેવા રાતદિવસ ઈરછા કર્યા કરે છે, ને તે પ્રમાણેના ગુણે પિતાની સ્ત્રીમાં ન જોતાં તે પિતાના પરિણિત જીવનમાં વિખવાદનાં ઝેર રહે છે. પતિ ગમે તે ભોગે પણ તેને રાજી રાખી શકતી નથી
તે સંસારકલેશમય બની જાય છે, , , . . . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com